દરેક યુવા બેવફા નથી હોતા

મંગળવાર, 28 જૂન 2011 (15:50 IST)
N.D
યુવાન છોકરા છોકરીઓમાં પ્રેમ પછી સાથ નિભાવવાની જોશ ભરપૂર છે, પરંતુ કોઈને કોઈ કારણસર કે મજબૂરીને કારણે તેઓ વચન પાળી નથી શકતા. દરેક યુવાઓ પર બેવફાઈનો આરોપ નથી મુકી શકાતો. સમય સમય પર દેશની વસ્તીના વ્યવહારનો અભ્યાસ કરનારી બે સરકારી સંસ્થાઓના તાજા અભ્યાસમાં 'સાચા પ્રેમ'ની આ ઝલક જોવા મળી છે.

પ્રેમી યુવા હજુ પણ માતા-પિતાથી પોતાના પ્રેમને છુપાવી રાખે છે. તેઓ પશ્વિમ દેશોની જેમ માતા-પિતાને બતાવીને ડેટિંગ પર નથી જતા. આ વખતે આ સંસ્થાઓએ 'યૂથ ઈંડિયા'નામના રિપોર્ટમાં યુવા જીવનના વિવિધ પહેલુઓનો અભ્યાસ કર્યો છે.

અભ્યાસ મુજબ લગ્ન પહેલા રોમાંટિક સંબંધો સ્થાપિત કરનારા મોટાભાગના યુવાઓની ઈચ્છા લાંબા સમય સુધી સાથે રહેવાની હોય છે. છોકરાઓને બદલે છોકરીઓમાં આ ઈચ્છા વધુ રહે છે કે તેમનો પ્રેમ લગ્નમાં બદલાય જાય, પ્રેમી યુગલ 87 ટકા છોકરીઓની ઈચ્છા હોય છે કે તેમનો પ્રેમ સફળ થઈ જાય. જ્યારે કે 57 ટકા છોકરાઓની ઈચ્છા હોય છે કે પ્રેમ લગ્નમાં બદલાય જાય, પરંતુ તેમની ઈચ્છા પૂરી નથી થઈ શકતી. લાગણી અને હકીકતનુ મિલન નથી થતુ.

N.D
અભ્યાસમાં જોવા મળ્યુ છે કે લગ્ન પહેલા પ્રેમ કરનારી 92 ટકા છોકરીઓ અને 64 છોકરાઓની પોતાના પ્રેમી-પ્રેમિકા સાથે લગ્ન કરવાની ચાહત હતી, પરંતુ 23 ટકા યુવા અને 64 ટકા છોકરીઓની ઈચ્છા પૂરી થઈ શકી. અભ્યાસમાં એ પણ જોવા મળ્યુ છે કે આજે પણ લગ્ન પહેલા પ્રેમ પર બંધન જ બંધન છે. પરંતુ યુવા દિલ સાથે સપના જોવાની તકો શોધી જ લે છે. અભ્યાસ મુજબ લવસ્ટોરી ઓછી વયથી જ શરૂ થઈ જાય છે. યુવા પોતાના મિત્રોને તો પ્રેમ સંબંધોના રહસ્યો બતાવે છે પરંતુ માતા-પિતાથી છુપાવી રાખે છે.

વેબદુનિયા પર વાંચો