અનોખુ સત્ય - રમતાં રમતાં બની એવી ઘટના કે બાળકની થઈ આ હાલત !!
શુક્રવાર, 13 એપ્રિલ 2012 (13:22 IST)
P.R
અતિશય નાની ઉંમરે જ બનેલી એક ભયાનક દુર્ઘટનાનો ભોગ બનેલા ચીનના આ બાળકને મિત્રો સાથે રમવા તેમજ મોજમસ્તી કરવાની ઉંમરે એકલવાયું જીવન જીવવાનો વારો આવ્યો છે. હાલમાં 6 વર્ષની વય ધરાવતો વાંગ ઝીઆઓપેંગ નામનો આ બાળક લાઈટર સાથે રમી રહ્યો હતો ત્યારે લાગેલી આગમાં ભયાનક રીતે તે દાઝી ગયો હતો.
વાંગે આ આગમાં પોતાના વાળ, હોઠ, પાંપણો તેમજ અંગુઠા ગુમાવી દીધા હતા. નવેમ્બર 2010માં બનેલી આ ઘટનામાં તેને પહોંચેલી ઈજા એટલી ગંભીર હતી કે તેના તમામ આંગળા કાપી નાખવા પડ્યા હતા.
P.R
ચીનના નિંગઝિઆ પ્રાંતના યિન્ચુઆન શહેરમાં રહેતા વાંગને દાઝી ગયા બાદ તેને એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, તેના ગરીબ મા-બાપ પોતાના બાળકને ત્રણ મહિના લાંબી સારવાર કરાવવામાં પણ ફાંફાં પડી ગયા હતા.
વાંગને બચાવવા માટે તેના મા-બાપ અત્યારસુધી દોઢ લાખ યુઆન ખર્ચી ચુક્યા છે. તેમણે આ રકમ એકઠી કરવા પોતાની તમામ મિલકત, જમીન તેમજ બચતને ખર્ચી ચુક્યા છે. હાલમાં તેમની પાસે 0.2 હેક્ટર જમીન વધી છે અને તેઓ માત્ર 2000 યુઆન દર મહિને કમાય છે.
P.R
વાંગની સારવાર માટે હજુ ત્રણ લાખ યુઆનની જરૂર છે જેથી તેના ચહેરાને ઠીક બનાવી શકાય તેમજ તે શ્વાસ સરખી રીતે લઈ શકે. વાંગના માતા-પિતાએ પોતાના શહેરના લોકો પાસે બાળકની સારવાર કરાવવા માટે મદદ પણ માંગી છે.
દુનિયાનું સૌથી મોટું અર્થતંત્ર બનવા જઈ રહેલા ચીનમાં હજુપણ વાંગને મફતમાં સારવાર મળી શકે તેવી કોઈ સુવિધા નથી.