ન્દુ ધર્મમાં કારતક મહિનાન સૌથી વધુ મહત્વ બતાવ્યુ છે. આ મહિને ફક્ત ભગવાન નારાયણની પૂજા કરવામાં આવે છે. કારતક મહિનામાં જ ભગવાન વિષ્ણુએ શાલેગ્રામ લીધો હતો અને દેવી તુલસીને વરદાન આપ્યુ હતુ કે મારા શાલીગ્રામ રૂપ સાથે તમારી પૂજા કરવામાં આવશે અને તેમના શાલીગ્રામ રૂપને સદા તેમની સાથે રહેવાનુ વરદાન પણ આપ્યુ હતુ.
- પ્રદોષ કાળમાં જ લગ્ન કરો અને સમયનું ખાસ ધ્યાન રાખો.
- તુલસી વિવાહ માટે ઘરના આંગણામાં અથવા વાસણમાં બેઠેલા તુલસીદેવીને લાલ ચુનરી ચઢાવો અને ત્યાં શાલિગ્રામ ભગવાનને બિરાજમાન કરો.
- ભગવાન શાલિગ્રામને તલ અર્પણ કરો, હળદરનું તિલક કરો અને હળદરની પેસ્ટ લગ્નમંડપ પર લગાવો.
- લગ્નની તમામ વિધિઓ પૂર્ણ કરો, આમ કરવાથી કન્યાદાનનું ફળ મળશે. પરંતુ ધ્યાન રાખો કે લગ્નનો મંડપ શેરડીનો જ બનાવવો જોઈએ.