આ છોડ પર શનિની કૃપાથી ઉગે છે પૈસો

શનિવાર, 6 ઑક્ટોબર 2018 (11:01 IST)
નવ ગ્રહોમાં શનિ દેવને સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત છે.  તેથી જ તો શનિ દશાથી જ નહી બલ્કિ શનિના નામથી જ લોકો ભયભીત રહે છે અને તેમને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાયોની મદદ લે છે. જેથી શનિ કૃપા સદા તેમના પર કાયમ રહે. કેટલાક એવા છોડ પણ છે જેમની સેવા કરવાથી શનિ દેવની અપાર કૃપા વરસે છે. 
 
પીપળો  અને શમીના ઝાડ શનિને ખૂબ જ પ્રિય છે.  પીપળના વૃક્ષનો આકાર ખૂબ જ મોટો હોય છે. તેને ઘરમાં રોપિત કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે.  કેટલાક લોકો પીપળના સ્થાન પર બોનસાઈ વૃક્ષ લગાવી લે છે જેથી શનિ પ્રસન્ન રહી શકે.  પણ આવુ કરવાથી ઉન્નતિના માર્ગમાં અવરોધ થવા માંડે છે. તેથી બોનસાઈ પીપળ પણ ઘરમાં રોપિત ન કરવુ જોઈએ. 
 
શમી પર અનેક દેવતા એક સાથે નિવાસ કરે છે. સનાતન ધર્મમાં કરવામાં આવેલ યજ્ઞોમાં શમી વૃક્ષની સમિધાઓને અર્પિત કરવો ખૂબ શુભ અને શીઘ્ર ફળદાયક માનવામાં આવે છે. શમીનો છોડ ઘરમાં રોપિત કરવાથી શનિના આશીર્વાદને પ્રાપ્ત થવાની સાથે જ પૈસા પણ ઉગવા માંડે છે.  (ધરમાં પૈસાની આવક વધે છે) 
 
વાસ્તુ શાસ્ત્રી માને છે કે રોજ શમીનું પૂજન કરવાથી અને તેની પાસે સરસિયાના તેલનો દિવો અર્પિત કરવાથી શનિ દોષથી તો મુક્તિ મળે જ છે સાથે જ ધન સંપત્તિનુ આગમન થાય છે. 
 
ઘરની નકારાત્મક ઉર્જાને શમીનો છોડ પોતાની ઉપર લઈ લે છે. 
 
ઘર પર કરવામાં આવેલ ટોના-ટોટકાને શમી શાંત કરે છે. 
 
ખરાબ નજરને કારણે પ્રગતિમાં આવનારા અવરોધને પણ શમીનો છોડ દૂર કરે છે. 
 
શમીના કાંટા તંત્ર-મંત્ર અવરોધો અને નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર