અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે તેમજ સુખ-સૌભાગ્યની કામના સાથે સૌભાગ્યવતી સ્ત્રીઓ કરવા ચોથે ચાંદના દર્શન કરે છે આસો વદ ચોથ (કાર્તિક વદ ચોથ)ના દિવસે સુખ-સૌભાગ્ય, પુત્રપૌત્રાદિ મેળવવા બહેનો દ્વારા કરવા ચોથનું વ્રત કરવામાં આવે છે. ચન્દ્રોદય વ્યાપિની ચોથ હોય ત્યારે જ આ વ્રત કરવામાં આવે છે. જયોતિષાચાર્ય ડૉ. મહેશ દશોરાએ શાસ્ત્રોકત મત આપતા જણાવ્યું કે ગુજરાત સહિત પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, દિલ્હીમાં આ વ્રત અખંડસૌભાગ્યની પ્રાપ્તિ, પતિની પ્રગતિ અને રક્ષા માટે, આત્મીય સ્નેહની પ્રાપ્તિ માટે ખાસ આ વ્રત કરવામાં આવે છે. શાસ્ત્રોકત મત પ્રમાણે સાવિત્રીએ આ વ્રત કરીને યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનને મેળવીને પુનર્જીવિત કરી સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું. આ દિવસે સૌથી પહેલાં ભગવાન ગણપતિજી, શિવજી, મા પાવeતી, કાર્તિકેય અને ચન્દ્રમાની પૂજા કરવામાં આવે છે. ચંદ્રદર્શન કરી બહેનો પ્રસાદ ગ્રહણ કરે છે, ચંદ્રમાને અઘ્ર્ય આપી પતિનાં દર્શન કરી વ્રત પૂર્ણ કરવામાં આવે છે