ભારત-પાકિસ્તાન મેચથી પહેલા બધાની નજર આસમાન પર, કરી રહ્યા છે આ દુઆ

રવિવાર, 16 જૂન 2019 (09:27 IST)
મેનચેસ્ટર- ભારત અને પાકિસ્તાનના વચ્ચે થનાર વિશ્વ કપનો સૌથી હાઈપ્રોફાઈલ મેચ આજે બપોરે 3 વાગ્યેથી રમાશે. મૌસમ વિભાગએ આ મેચના વરસાદથી પ્રભાવુત થવાની શકયતા જણાવી છે. દુનિયા ભરના ક્રિકેટ પ્રેમી આ મુકાબલાનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેથી બધાની નજર આસમાન પર ટકી છે. બધા આ વાતની દુઆ કરી રહ્યા છે કે આજના મુકાબલા પર વરસાદના પછડાયું પણ ના પડે અને મેચ રોમાંચની બધી હદ પાર કરી લે. 
 
ઓલ્ડ ટ્રેફર્ડમાં પાછલા 22 મે પછી કોઈ મેચ આયોજિત નહી થયું છે. પાછલા અઠવાડિયે અહીં  દરરોજ વરસાદ થઈ હતી જેના કારણે વધારેપણુ સમય સુધી પિચ પર કવર પડી રહ્યા છે. પિચ પર પણ ઘાસ નહી જોવાઈ રહી છે પણ અહીંની પિચ પારંપારિક રૂપથી સ્વિંગ બૉલરની મદદ કરે છે. 
 
રવિવારે વરસાદ થવાની શકયતા જોવાઈ રહી છે. આ શકયતા વચ્ચે બન્ને ટીમને સાથે આઈસીસી અને તેમના નિર્વતમાન મુખ્ય કાર્યકારી ડેવિડ રિચર્ડસન આશા લગાવી રહ્યા છે કે કોઈ રીતે આ મેચ સુરક્ષિત નિકળી જાય. જો આ મેચ વરસાદથી ધુલે છે તો આઈસીસીના મજા ખરાબ સૌથી મોટું નુકશાન થશે કારણ કે આ ટૂર્નામેંટનો મુકાબલો સૌથી મોટુ ગણાવી રહ્યું છે. 
 
આ વિશ્વ કપમાં અત્યાર સુધી 4 મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગયા છે અને ભારત અને પાકિસ્તાન પણ વરસાદના શિકાર થઈ ગયા છે ભારતનો ન્યૂજીલેંડથી મુકાબલો ધુલી ગયું છે જયારે પાકિસ્તાનનો શ્રીલંકાની સાથે  મેચ રદ્દ રહ્યું હતું.  
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર