International Womens Day 2021: 8 માર્ચના રોજ આખી દુનિયામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રૂપમાં ઉજવાય છે. આ દિવસને મનાવવા પાછળનુ કારણ મહિલાઓને એ સન્માન આપવાનુ છે જેની તે હકદાર છે. આજે આખી દુનિયામાં મહિલાઓ પુરૂષો સાથે કદમથી કદમ મેળવીને ચાલી રહી છે. ભારત સહિત અનેક દેશોએ સ્ત્રીઓ માટે અનેક કાયદાકીય અધિકાર બનાવ્યા છે પણ આજે પણ અનેક મહિલા એવી છે જેમેને આ કાયદાકીય અધિકારો વિશે જાણકારી નથી. આંતરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર આજે અમે મહિલાઓને તેમના આ અધિકારોની માહિતી આપી રહ્યા છે. આવો જાણીએ એ ખાસ અધિકાર વિશે જેની જાણ દરેક મહિલાને હોવી જરૂરી છે.