Telangana Electionsચાવાળાને એટલો મારીશ કે કાનમાંથી લોહી નીકળશે - ઓવૈસીના ભાઈએ PM મોદીને આપી ધમકી

સોમવાર, 3 ડિસેમ્બર 2018 (13:18 IST)
તેલંગાનામાં 7 ડિસેમ્બરના રોજ ચૂંટણી છે અને આવ આમાં ઉમેદવાર એકબીજા પર જોરદાર હુમલા કરી રહ્યા છે. AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ વચ્ચે જે પલટવારની પ્રક્રિયા ચાલી રહી અહ્તી. હવે આ જીભાજોડીની જંગમાં જૂનિયર ઓવૈસીની પણ એંટી થઈ ગઈ છે. એક રેલીને સંબોધિત કરતા અકબરુદ્દીન ઓવૈસીએ યોગી સાથે મોદી પર પણ જોરદાર હુમલો કર્યો. 
 
અકબરુદ્દીન ઓવૈસીએ શુ કહ્યુ.. 
 
હૈદરાબાદના ચારમિનાર વિધાનસભા ક્ષેત્રમાં રૈલીને સંબોધિત કરતા અકબરુદ્દીન ઓવૈસીએ કહ્યુ ચાવાળા અમને છંછેડશો નહી. ચાય ચાય બૂમો પાડો છો. યાદ રાખો એટલુ બોલીશ - એટલુ મારીશ કે કાનમાંથી પીક નીકળવા માંડશે.. લોહી નીકળવા માંડશે. 

 
યોગી પર હુમલો - અકબરુદ્દીન ઓવૈસીએ પીએમ પચી યોગી પર હુમલો કર્યો અને કહ્યુ - આજે એક આવ્યો, એ કેવા કેવા કપડા પહેરે છે.  તમાશા જેવુ લાગે છે. કિસ્મતથી સીએમ પણ બની ગયો છે. કહી રહ્યો છે કે નિઝામની જેમ ઓવૈસીને ભગાડીશ. અરે તુ શુ તારે હેસિયત શુ, તારી ઔકાત શુ. તારા જેવા 56 આવ્યા અને જતા રહ્યા.  અરે ઓવૈસીને છોડો તેના આવનારી 1000 પેઢીઓ પણ આ દેશમાં રહેશે અને તારી સાથે લડશે.  તારો મુકાબલો કરશે અને તારો સામનો કરશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર