જો તમારો લાઈફ પાર્ટનર સાથે ઝગડો થતો હોય તો ઘરનું વાસ્તુ છે જવાબદાર

શુક્રવાર, 27 ઑક્ટોબર 2017 (20:45 IST)
જો તમારો  જીવનસાથી તમારા સંબંધોને લઈને ઉદાસીન છે, દરેક નાની-નાની  વાતો ઝગડાનું  કારણ બની ગઈ છે, જીવનમાં સકસેસ જેવી મૂળભૂત અવશ્યકતાઓ પાછળ થતી જાય છે  કે તમારો પાર્ટનર તમારાથી દૂર રહે છે  કે પછી તમારા સંબંધોમાંથી મિઠાસ ઓછી થતી જાય છે તો આ માટે તમારા ઘરના વાસ્તુદોષ જવાબદાર હોઈ શકે છે.  તો આવો જાણીએ આવા જ કેટલાક વાસ્તુદોષ જે પતિ-પત્નીના સંબંધોને પ્રભવિત કરે છે. 
ઘરનું  વાતાવરણ એવું હોવું જોઈએ કે ઋણાત્મક શક્તિઓ ઓછી અને સકારાત્મક શક્તિઓ વધારે ક્રિયાશીલ રહે. આ વાસ્તુ દ્વારા જ શક્ય થઈ શકે છે. 
 
ઈશાન કોણનું  ઘણું મહ્ત્વ છે. જો પતિ-પત્ની સાથે બેસીને પૂજા કરે તો અહંકાર ઓછો  થઈ સંબંધોમાં મધુરતા વધશે.  ગૃહલક્ષ્મી દ્વાર સાંજના સમયે તુલસીમાં દીપક  કરવાથી નકારાત્મક શક્તિઓ ઓછી થઈ શકે છે. 
ઘરના દરેક રૂમને અને  ઈશાન ખૂણાને સાફ રાખો. ખાસ કરીને બેડરૂમને. પતિ-પત્નીમાં પરસ્પર વૈમનસ્ય્તાનું  એક કારણ યોગ્ય દિશામાં બેડરૂમ ન હોવો પણ હોય છે. 
 
જો દક્ષિણ-પશ્ચિમ દિશાઓમાં સ્થિત  ખૂણામાં બનેલા રૂમમાં તમારી આવાસ વ્યવસ્થા યોગ્ય નથી તો પ્રેમ સંબંધ સારા થવાની જ્ગ્યાએ કટુતા આવશે. શયનકક્ષ  માટે દક્ષિણ દિશા નિર્ધારિત કરવાનું  કારણ આ છે કે આ દિશાનો સ્વામી યમ શક્તિ અને વિશ્રામદાયક છે. ઘરમાં આરામથી સૂવા માટે દક્ષિણ અને નૈઋત્ય ખૂણો યોગ્ય છે. શયનકક્ષમાં પતિ-પત્નીનો સામાન્ય ફોટો લગાવવાને બદલે હંસતો ફોટો હોય તો વાસ્તુ મુજબ ઉચિત રહે છે . ઘરની અંદર ઉત્તર પૂર્વ દિશાઓના ખૂણાના કક્ષમાં જો શૌચાલય છે તો પતિ-પત્નીનું  જીવન અશાંત રહે છે. આર્થિક સુખ અને સંતાન સુખમાં કમી આવે છે .આથી  શૌચાલય હટાવી નાખવું જ યોગ્ય  છે. જો હટાવું શક્ય ના હોય તો કાંચના વાસણમાં સમુદ્રી મીઠું નાખી રાખો. આ જો  ખરાબ થઈ જાય તો બદલી નાખો. જો આ શક્ય ના હોય તો માટીના વાસણમાં સેંધા મીઠુ  નાખી રાખો. 
 
ઘરની અંદર જો રસોઈ યોગ્ય દિશામાં ના હોય તો આવી અવસ્થામાં પતિ-પત્નીના વિચાર ક્યારેય મળતા નથી. સંબંધોમાં કડવાશ દિવસો-દિવસ વધશે. કારણ અગ્નિને બીજા સ્થાન પર પ્રગટાવવી. 
 
રસોઈ ઘરની દિશા છે અગ્નિ ખૂણો. જો આગ્નિ  ખૂણામાં શક્ય નથી તો બીજી વૈક્લ્પિક દિશાઓ છે - અગ્નિ  અને દક્ષિણના વચ્ચે . અગ્નિ  અને પૂર્વ ના વચ્ચે વાયવ્ય અને ઉત્તરના વચ્ચે. જો આપણે આપણા વૈવાહિક જીવનને સુખી અને સમુદ્ધ બનાવવા માંગીએ છીએ  અને અપેક્ષા કરીએ તો જીવનના સુંદર સ્વપ્નને સાકાર કરી શકીશુ . 
 
પતિ-પત્નીએ  પોતાના માથા પર પાણી  નહી રાખવું જોઈએ અને તેમના બેડરૂમની દીવાલનો રંગ હળવો અને રૂમાની હોવો  જોઈએ.  સંબંધોના ભરપૂર મજા માણવા માટે પતિ-પત્નીએ  રૂમના દક્ષિણ-પશ્ચિમ (SW)દિશામાં સંબંધ બનાવા જોઈએ આ સિવાય જો તમારા બેડરૂમ ઘરના  ઉત્તર-પૂર્વ(NE)માં છે કે પછી કપાયેલો છે  કે ગોળાકારમાં છે તો તે  દોષપૂર્ણ છે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર