આપણે બધા જાણીએ છેકે ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહે. પરિવારના સભ્યોને કોઈ સ્વાસ્થ્ય સંબંધી પરેશાની ન થાય. આથિક સંકટ પણ ન રહે. જો એવી પરેશાનીઓનો તમે સામનો કરી રહ્યા છો તો તેના કારણે ઘરમાં વાસ્તુ દોષ હોઈ શકે છે. વાસ્તુ દોષ તમારી દૈનિક દિનચર્યા પર સીધો પ્રભાવ નાખે છે. ઘરમાં રહેલ વાસ્તુ દોષને દૂર કરી આપણા વ્યક્તિત્વ અને કાર્યો પર પડે છે. આવો જાણીએ કેટલાક સહેલા ઉપયોગી વાસ્તુ ઉપાયો વિશે..
-ઘરમાં હંમેશા શાંતિનુ વાતાવરણ રાખો. ક્યારેય પણ ઘરમાં ક્લેશ ન થવા દો.
- ઘર હંમેશા સ્વછ રાખો. ઘરના મુખ્ય દ્વાર પર રાત્રે પણ પર્યાપ્ત રોશનીની વ્યવસ્થા હોવી જોઈએ.
- સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ અર્પિત કરવુ તમારી દિનચર્યામાં સામેલ કરો.
- રોજ સવાર સાંજ ઘરમાં કેટલાક મંત્રોનો જાપ કરો.