Vastu Tips - ઘરમાં શાંતિ માટે :બુધવારે ગણેશને ચઢાવો દુર્વા..
બુધવાર, 26 મે 2021 (00:49 IST)
આ વિશ્વમાં ભાગ્યે જ કોઈ એવો પરિવાર હશે જેને ગુહક્લેશની સમસ્યા ના હોય . પણ જ્યાં સમસ્યા છે ત્યાં ઉકેલ પણ છે. આવા ઘરના કલેશ દૂર કરવા માટે ભગવાન ગણેશ તમારી મદદ કરશે.
જાણો શું કરીએ ઘરમાં શાંતિ માટે : -
ભગવાન ગણેશને રિદ્ધી -સિદ્ધિના દાતા માન્યા છે સાથે ગૃહસ્થો પર પણ એની ખાસ કૃપા રહે છે.કુટુંબમાં ગૃહક્લેશ રહે તો પીડિત પતિ-પત્નીએ ગણેશજીની ઉપાસના કરવી જોઈએ.
બુધવાર ગણેશજીનો વાર માનવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશને વિશેષ રૂપે દુર્વા અર્પિત કરવો જોઈએ. અથવા સામાન્ય ઘાસની 11 કૂંપળો ચઢાવવી. આવું જો પતિ-પત્ની સાથે મળીને કરે તો સારું રહેશે.આ માત્ર 2-3 બુધવાર કરવાથી ઘરમાં શાંતિ અને લાગણીસભર નજારો તમને જોવા મળશે.
આ સિવાય ગણેશજીની મુર્તિ પર ઘાસ સ્થાપિત થયેલ હોય એવી મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરો અને આની દરરોજ પૂજા કરો .