વાસ્તુ ટિપ્સ - દૂધને ખુલ્લુ ન છોડશો નહી તો ઘરમાં વધશે બીમારી અને ખર્ચા, જાણો આવી કામની વાતો

શનિવાર, 21 જુલાઈ 2018 (12:50 IST)
મહાભારત પદ્મ પુરાણ અને કેટલાક સ્મૃતિ ગ્રંથોમાં મનુષ્યમાં રહન-સહનની રીત અને કેટલીક નૈતિક વાતો પણ બતાવી છે. જેનો સીધો સંબંધ આપણા આરોગ્ય,  સમૃદ્ધિ અને શાંતિ સાથે છે. આ ગ્રંથો મુજબ રોજ ઉપયોગમાં આવનારા પથારીથી લઈને ખાવા-પીવાની વસ્તુઓ સુધી કેટલીક ખાસ વાતો બતાવી છે. જેને ફોલો કરવાથી ઘરમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ આવે છે. 
 
 તો બીજી બાજુ આ વાતો ન માનવાથી ઘરના લોકો બીમાર રહે છે  ઘરમાં પૈસો નથી ટકતો અને ક્લેશ પણ કાયમ રહે છે.  આપણા ગ્રંથોમાં બતાવ્યુ છે કે રોજ ઉપયોગમાં આવનારી પથારીને સમેટીને એક જગ્યા પર વ્યવસ્થિત મુકો. જ્યા કોઈની નજર ન પડે મતલબ તેને ખુલ્લી ન છોડશો. આવુ કરવાથી બીમારીઓ થાય છે સાથે જ ઘરમાં આળસ અને દરિદ્રતા પણ વધે છે. 
 
જાણો આવી જ કેટલીક અન્ય કામની વાતો 
 

કબાટ ખુલ્લુ ન છોડો - કબાટ કે તિજોરી ખુલ્લુ છોડવાથી નેગેટિવિટી વધે છે.  તિજોરી પર શુક્રનો પ્રભાવ માનવામાં આવ્યો છે.  આ કારણે તેને ખુલ્લુ છોડતા ઘરમાં પૈસો ટકતો નથી અને ફાલતુ ખર્ચ વધે છે. 



 
-
દૂધ ખુલ્લુ ન મુકશો - દૂધ પર ચંદ્રમાં નો પ્રભાવ રહે છે. દૂધને ખુલ્લુ રાખવાથી કિચનમાં કામ કરનારા લોકોનું આરોગ્ય ખરાબ થવા માંડે છે. આવામાં ઘરમાં ક્લેશ થાય છે અને પૈસો નથી ટકતો. આવા ઘરમાં મહિલાઓ વધુ બીમાર થાય છે. 
 


- બાથરૂમ ખુલ્લુ ન છોડો - ઉપયોગ ન હોય તો બાથરૂમ બંધ રાખો. બાથરૂમને ખુલ્લુ છોડવાથી નકારાત્મકતા આવે છે. ઘરમાં વિવાદ અને કલેશ થવા માંડે છે. આ ઉપરાંત બાથરૂમને ખુલ્લુ છોડવાથી બીમારીઓ પણ વધે છે. 
 



- ડસ્ટબીન અને ઝાડુને ખુલ્લામાં ન મુકો. તેને ખુલ્લી જગ્યાએ ન મુકવુ જોઈએ. આવુ કરવાથી ઘરની પોઝિટિવિટી ખતમ થાય છે અને ઘરમાં રહેનારા લોકોના કામકાજમા અવરોધ આવે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર