Tulsi Vastu Tips: આ દિવસે ઘરમાં તુલસી લગાવવાથી પ્રસન્ન થશે માતા લક્ષ્મી, ચારેબાજુથી થશે ધન વર્ષા

સોમવાર, 24 ઑક્ટોબર 2022 (10:53 IST)
હિન્દુ ધર્મમાં તુલસીના છોડને પવિત્ર માનવામાં આવે છે. 
 
Tulsi Worship
Tulsi Vastu Tips: હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ સૌથી પવિત્ર માનવામા આવે છે. આ છોડમાં મા લક્ષ્મી અને વિષ્ણુ જીનો વાસ રહે છે. એવુ કહેવાય છે કે જે ઘરમાં આ છોડ હોય છે ત્યા હંમેશા સુખ સમૃદ્ધિ કાયમ રહે છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ તુલસીનો છોડ ખૂબ જ મહત્વનો છે. માન્યતા છે કે વાસ્તુ મુજબ તુલસીના છોડને આ શુભ દિવસે ઘરમાં લગાવવાથી મા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે અને ઘરમાં ક્યારેય પૈસાની કમી આવતી નથી.  ચાલો જાણીએ કે તુલસીનો છોડ ઘરમાં ક્યારે લગાવવો જોઈએ.  
 
આ દિવસે લગાવો તુલસીનો છોડ 
 
હિન્દુ ધર્મ શાસ્ત્ર અને વાસ્તુ અનુસાર ગુરુવારે ઘરમાં તુલસીનો છોડ લગાવવો સૌથી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગુરુવાર ભગવાન વિષ્ણુનો દિવસ છે અને તુલસીને વિષ્ણુ પ્રિયા તરીકે પૂજવામાં આવે છે. તેથી જો તમે આ દિવસે ઘરમાં તુલસીનો છોડ લગાવો છો તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે છે. હિંદુ પંચાંગ અનુસાર કારતક માસને આ છોડ વાવવા માટે સૌથી શુભ માનવામાં આવે છે. આ મહિના દરમિયાન તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે અને તેની સામે દીવો પ્રગટાવવામાં આવે છે.
 
આ દિવસે બિલકુલ પણ તુલસીને સ્પર્શ ન કરવો  
 
વાસ્તુશાસ્ત્ર અનુસાર એકાદશી અને રવિવારે પણ તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ. તેથી આ દિવસે ઘરમાં તુલસીનો છોડ ન લગાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે તુલસીને નિયમિતપણે જળ અર્પણ કરવું જોઈએ, પરંતુ રવિવાર અને એકાદશીના દિવસે તુલસીને જળ ચઢાવવું જોઈએ નહીં.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર