ઘરના મંદિરમાં જરૂર મુકવુ જોઈએ પાણી, જાણો વાસ્તુશાસ્ત્ર મુજબ શુ છે તેના ફાયદા

બુધવાર, 10 મે 2023 (11:30 IST)
ઘરનુ મંદિર સૌથી પવિત્ર સ્થાન હોય છે. જ્યાથી સમગ્ર ઘરમાં પૉઝિટિવ એનર્જી આવે છે. આ સ્થાનનુ જેટલુ સ્વચ્છ હોવુ જરૂરી છે એટલુ જ એ જરૂરી છે કે પૂજા ઘરમાં થોડો જરૂરી સામાન હોય જે તમારા ઘરમાં પોઝિટિવ એનર્જી લાવવામાં સક્ષમ હોવા ઉપરાંત તે તમારે માટે શુભ પણ હોય છે.  ધર્મ શાસ્ત્રોમાં એવી અનેક વાતો લખવામાં આવી છે જેમનુ સદીઓથી પાલન કરવામાં આવી રહ્યુ છે. તેમાથી જ એક છે તાંબા કે અન્ય ધાતુના વાસણમાં મુકેલુ પાણી.  આ જળને નિયમિત રૂપથી બદલતા રહો અને ઘરના ખૂણા ખૂણામાં છાંટો. ઘરમાં જળ છાંટવાથી સકારાત્મક ઉર્જા આવે છે. તો ચાલો આજે અમે તમને બતાવીએ આ અંગેના કેટલા વાસ્તુ નિયમો વિશે.. 
 
પાણીનો છંટકાવ કર્યા વર અધૂરી રહે છે પૂજા 
 
પૂજા રૂમમાં મુકેલુ જળ નકારાત્મકતાને શોષી લે છે. તાંબાને પાણી મુકવાની સૌથી પવિત્ર ધાતુ માનવમાં આવે છે. તેથી તેમા જળ મુકવુ સૌથી શુભ હોય છે. તાંબાના વાસણમાં પાણી ભરીને મુકવુ ઘરના વિકાસ માટે શુભ માનવામાં આવે છે.  પૂજા પછી જ્યારે પણ આરતી સમાપ્ત થાય છે તો જળથી જ આરતી ઠંડી કરવામાં આવે છે. આવુ કરવાનુ મુખ્ય કારણ એ છે કે  વરુણ દેવના રૂપમાં જળની પૂજા કરવામાં આવે છે. જે સંસારની દરેક વસ્તુની રક્ષા કરે છે. એવુ બતાવાયુ છે કે આરતીના સમય જળ છાંટયા વગર પૂજા અધૂરી માનવામાં આવે છે. તેથી પૂજા ઘરમાં જળ રાખવામાં આવે છે.   જેનાથી પૂજા અધૂરી છોડીને તમારે જવુ ન પડે અને તમે એ જળનો ઉપયોગ કરી શકો જે પૂજા ઘરમાં મુકેલુ છે. 
 
જળમાં નાખો તુલસીના પાન 
શાસ્ત્રોમાં કહ્યુ છે કે પૂજા ઘરમાં મુકેલા જળમાં તુલસીના થોડા પાન નાખવામાં આવે તો આ જળ વધુ પવિત્ર થઈ જાય છે. આ જળ કોઈ પવિત્ર નદીનુ જળ પણ હોઈ શકે છે. જે પૂજા સ્થળને શુદ્ધ કરી શકે છે.  આ ઉપરાંત ભક્ત દ્વારા ઈશ્વરના દિવ્ય રૂપના પગ અને હાથ ધોવા માટે તેમના પર જળ ચઢાવવામાં આવે છે. જળ દ્વારા ઈશ્વરની મૂર્તિઓને સ્નાન કરાવવામાં આવે છે અને તેમનો ચેહરો ધોવા માટે તેમના પર પાણી પણ ચઢાવવામાં આવે છે. આ એ જ રીતે થાય છે જેવી રીતે કોઈ યાત્રા પછી ઘરમાં આવેલા મેહમાનનુ જળથી પગને ધોવાની સલાહ આપવામાં આવે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર