વાસ્તુ ટિપ્સ - સારી કમાણી થવા છતા ઘરમાં રહે છે આર્થિક તંગી તો ન થશો પરેશાન, બસ કરો આ કામ

બુધવાર, 26 એપ્રિલ 2023 (13:21 IST)
Vastu Tips for Money: વાસ્તુ શાસ્ત્રમાં આજે આપણે જાણીશુ એ કારણો વિશે જેને કારણે ઘણી મહેનત કરવા છતા પણ પૈસાની કમી બની રહે છે અથવા તો પૈસા હોય છે છતા પણ તે ટકી રહેતા નથી. સૌ પહેલા તો જો ઘર કે દુકાનમાં હંમેશા કરોળિયાના જાળ બનેલા રહેતા હોય તો તેને તરત જ હટાવી દો અને હંમેશા સાફ-સફાઈનુ પુરૂ ધ્યાન રાખો. 
 
સાથે જ જો ઘર કે દુકાનની દિવાલ પર નિશાન પડી ગયા હોય કે તેના પરના કલરના પોપડા ઉખડી રહ્યા હોય તો તેને જલ્દી ઠીક ક રાવી દો. આ જોવામાં તો ખરાબ લાગે જ છે સાથે જ આ પરેશાનીઓને પણ આમંત્રણ આપનારુ  છે. 
 
ઘર અને દુકાનમાં હંમેશા ગ્રીન પ્લાંટ્સ લગાવવા જોઈએ તેનાથી પોઝીટિવિટી રહે છે. સાથે જ ઘર કે દુકાનમાં લાગેલા છોડ પર જો સૂકા પાન દેખાય તો તેને તરત જ કાપી નાખો. આ ઉપરાંત ઘર કે દુકાનમાં કે આસપાસ ક્યાય પણ ચામાચિડિયુનુ ઘર કે તે બેસેલુ દેખાય તો તે અશુભ કહેવાય છે. આ ખર્ચ અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનુ કારણ બને છે. 

આ ઉપરાંત ખુદના રહેવા કરવા પર પણ ધ્યાન આપો. હંમેશા વ્યવસ્થિત કપડા પહેરીને, વાળને વ્યવસ્થિત રાખો. ગમે તેવી પરિસ્થિતિ આવે ચેહરા પર હંમેશા સ્માઈલ રાખો. બિઝનેસમાં લાભ ન થતો હોય કે ઘરમાં કોઈ વાતને લઈને પરેશાની હોય ક્યારેય આ વાતનો ગુસ્સો બીજા પર ઉતારશો નહી. મનને શાંત રાખો પછી તમે જોશો કે તમને કેવો લાભ થઈ રહ્યો છે. એક વાત યાદ રાખવી કે પરિસ્થિતિ હંમેશા એક જેવી રહેતી નથી. સમસ્યાઓ આપણને કંઈક શીખવવા માટે જ આવે છે તેથી ટેંશન લીધા વગર દરેક પરિસ્થિતિનો સામનો કરશો તો એક દિવસ ખુદને ઊંચાઈઓ પર જોશો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર