કોરોનાથી પણ ખતરનાક માનવસર્જિત બિમારી

સોમવાર, 11 એપ્રિલ 2022 (16:49 IST)
WHO એ જણાવ્યું કે, વિશ્વભરમાં ઝડપથી વધી રહેલા વાયુ પ્રદૂષણના કારણે ઊભી થયેલી સમસ્યાઓના લીધે દર એક મિનિટે 13 લોકોના મોત થઈ રહ્યાં છે.
 
WHOએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરતા કહ્યું કે, 'સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઝડપથી વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે, જેના કારણે ફેફસાના કેન્સર, હૃદય સંબંધિત રોગો અને સ્ટ્રોક જેવા ગંભીર અને જીવલેણ રોગોનું જોખમ વધી રહ્યું છે. જેના કારણે દર મિનિટે હવાનું પ્રદૂષણ પણ સતત વધી રહ્યું છે. ઓછામાં ઓછાં 13 લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે.
 
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કહ્યું કે, વાયુ પ્રદૂષણ વિશ્વમાં મૃત્યુનું મુખ્ય કારણ છે. સંસ્થાનું કહેવું છે કે, આસપાસના અને ઘરગથ્થુ વાયુ પ્રદૂષણના સંપર્કમાં દર વર્ષે 7 મિલિયનથી વધારે લોકો મૃત્યુ પામે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર