સિમેન્ટ કંપનીઓ ભાવ વધારશે

વેબ દુનિયા

સોમવાર, 9 ફેબ્રુઆરી 2009 (19:56 IST)
માંગમાં સુધારો થયા બાદ સિમેન્ટ કંપનીઓ આગામી ટુંક સમયમાં જ ભાવ વધારો કરે તેવી સંભાવના છે. પ્રાપ્ત અહેવાલ મુજબ આગામી થોડાક સપ્તાહમાં જ સિમેન્ટ કંપનીઓ દેશભરમાં સિમેન્ટના ભાવમાં 50 કિલોની થેલી ઉપર રૂપિયા 5 સુધીનો વધારો કરે તેવી સંભાવના છે.

મુંબઇ અને ગુજરાતમાં ડિલરોએ આ મુજબનો સંકેત આપ્યો છે. એવું જાણવા મળ્યું છે કે કેટલાક વિસ્તારમાં સિમેન્ટના ભાવમાં વધારાને અમલી પણ બનાવવામાં આવ્યો છે. બિનાની સિમેન્ટ, જેકે લક્ષ્મી, શ્રી સિમેન્ટ જેવી મધ્યમ કદની કંપનીઓ ભાવ વધારો કરવા ડિલરો ઉપર દબાણ લાવી રહી છે. જયારે એસીસી, અંબુજા સિમેન્ટ અને ગ્રાસીમ ઇન્ડસ્ટ્રી જેવી મોટી કંપનીઓ ભાવ વધારો કરવા વિચાર કરી રહી છે.

વેબદુનિયા પર વાંચો