બે વર્ષનાં અપહૃત્ય બાળકને છોડાવાયો

વાર્તા

ગુરુવાર, 7 ફેબ્રુઆરી 2008 (23:25 IST)
નવી દિલ્હી (ભાષા) ગયા મહિને રાજધાનીમાંથી અપહરણ થયેલા બે વર્ષનાં એક બાળક્ને તે મહિલાનાં કબજામાંથી છોડવવામાં આવ્યો છે. જેણે કથિત રીતે તેનું અપહરણ કર્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે, મોહિત 23 જાન્યુઆરીએ ગ્રેટર કૈલાશ વિસ્તારમાં પોતાનાં પિતા રાજબીર સિંહની દરજીની દુકાન આગળ રમતા ગુમ થયો હતો.

મોહિતનાં પિતાએ મોહિતાન નામની એક મહિલા વિરૂદ્ધ પોલીસમાં અપહરણની ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે મોહિતાનનાં ભાઈની ધરપકડ કરી અને તેના ફોન કોલ્સની માહિતી મેળવી. તેનાં આધારે પોલીસની એક ટીમ મુંબઈ ગઈ અને ત્યાં મોહિતાનની ભાળ મેળવી. વિરારમાં પોલીસે તેની ધરપકડ કરી મોહિતને તેનાં કબજામાં છોડાવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો