Makar Sankranti 2024: આ વર્ષે ક્યારે છે મકર સંક્રાંતિ ? જાણો તિથિ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને ઉપાય

બુધવાર, 3 જાન્યુઆરી 2024 (16:32 IST)
- સૂર્યનુ મકર રાશિમાં પ્રવેશ કરવાને મકર સંક્રાતિ કહેવાય છે
- મકર સંક્રાંતિ ક્યારે છે, જાણો તેની પૂજા વિધિ, મહત્વ અને ઉપાય 
- મકર સંક્રાંતિના દિવસે સૂર્ય દેવને અર્ધ્ય આપવુ ખૂબ જ શુભ
makar-sankranti
When is Makar Sankranti in 2024: મકર સંક્રાંતિ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર માનવામાં આવે છે. અંગ્રેજી કેલેંડર મુજબ આ વર્ષનો પહેલો તહેવાર હોય છે. ભારતના જુદા જુદા રાજ્યોમાં મકર સંક્રાંતિને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે.  આ તહેવારને ગુજરાતમાં ઉત્તરાયણ, પૂર્વી ઉત્તર પ્રદેશમાં ખિચડી અને દક્ષિણ ભારતમા આ દિવસને પોંગલના રૂપમાં ઉજવાય છે.  જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે સૂર્ય ધનુ રાશિને છોડીને મકર રાશિમાં આવે છે, ત્યારે મકર સંક્રાંતિ ઉજવાય છે. સૂર્યનુ મકર રાશિમાં પ્રવેશ કરવાને મકર સંક્રાતિ કહેવાય છે.  તો ચાલો જાણીએ આ વર્ષે મકર સંક્રાંતિ ક્યારે છે, જાણો તેની પૂજા વિધિ, મહત્વ અને ઉપાય વિશે... 
 
મકર સંક્રાંતિ શુભ મુહૂર્ત 
 
પંચાગ મુજબ 15 જાન્યુઆરીના રોજ મકર સંક્રાતિનો તહેવાર ઉજવાશે. આ દિવસે સૂર્ય દેવ સવારે 2 વાગીને 54 મિનિટ પર ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે. 
 
મકર સંક્રાંતિ 2024 પૂજા વિધિ 
-મકર સંક્રાતિના દિવસે સવારે જલ્દી ઉઠીને કોઈ પવિત્ર નદીમાં જઈને સ્નાન કરો 
- પછી ત્યારબાદ સ્વચ્છ કપડા પહેરીને તાંબાના લોટામાં પાણી ભરી લો અને તેમા કાળા તલ, ગોળનો નાનો ટુકડો અને ગંગાજળ લઈને સૂર્યદેવના મંત્રોનો જાપ કરતા અર્ધ્ય આપો. 
- આ દિવસે સૂર્યદેવને અર્ધ્ય આપવાની સાથે જ શનિદેવને પણ જળ અર્પિત કરો. 
- ત્યારબાદ ગરીબોને તલ અને ખિચડીનુ દન કરો. 
 
મકર સંક્રાંતિના દિવસે કરો આ કામ 
જ્યોતિષ શાસ્ત્ર મુજબ મકર સંક્રાતિના દિવસે પાણીમાં કાળા તલ અને ગંગાજળ મિક્સ કરી સ્નાન કરો. આવુ કરવાથી સૂર્ય અને શનિ બંનેની કૃપા મળે છે. કારણ કે આ દિવસે સૂર્ય દેવ શનિની રાશિ મકરમાં પ્રવેશ કરે છે. 
 
મકર સંક્રાંતિના દિવસે સૂર્ય દેવને અર્ધ્ય આપવુ ખૂબ જ શુભ હોય છે. આ દિવસે તાંબાના લોટામાં જળ લઈને તેમા કાળા તલ,  ગોળ, લાલ ચંદન, લાલ પુષ્પ, ચોખા વગેરે નાખો અને પછી ૐ સૂર્યાય નમ મંત્રનો જાપ કરતા સૂર્યને અર્ધ્ય આપો. તેનાથી કુંડળીમાં રહેલા ગ્રહોને મજબૂતી મળે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર