હિંદુ ધર્મમાં મકરસંક્રાંતિનું વિશેષ મહત્વ છે. કારણ કે આ દિવસે ભગવાન સૂર્યની કૃપાથી દરેક વ્યક્તિના જીવનમાં અનેક પ્રકારના કષ્ટોમાંથી મુક્તિ મળે છે. એવું માનવામાં આવે છે કે મકરસંક્રાંતિના દિવસે સ્નાન કરીને દાન કરવાથી શુભ ફળ મળે છે અને સૂર્ય ભગવાનની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે.વ્યક્તિ પોતાનું નસીબ ચમકાવી શકે છે. જાણો તલ સંબંધિત કયા ઉપાયો શુભ રહેશે.
આ વસ્તુઓનુ કરો દાન
મકર સંક્રાતિના દિવસે કાળા તલના લાડુ, ગોળ, કાળા તલ, સફેદ તલ ઉપરાંત રેવડીનુ દાન કરવુ શુભ માનવામાં આવે છે.
મનોકામના પૂરી કરવા માટે
મકર સંક્રાતિના દિવસે ભગવાન સૂર્યને તાંબાના લોટામાં તલ, થોડા કાળા તલ, લાલ રંગનુ ફુલ, સિંદૂર અને ચોખા નાખીને અર્ધ્ય કરો. આ સાથે જ ૐ સૂર્યાય નમ: નો જાપ કરો.