ચૂંટણીમાં હારનો ગુસ્સો જનતા પર ? પેટ્રોલના ભાવ વધ્યા
બુધવાર, 7 માર્ચ 2012 (11:39 IST)
P.R
પાંચ રાજ્યોમાં યોજાયેલા વિધાનસભાના ઇલેક્શનનાં ગઈ કાલે બપોરે હજી તો રિઝલ્ટ્સ જ જાહેર થયાં હતાં ત્યારે કેન્દ્ર સરકારે પેટ્રોલના ભાવમાં ફરી વધારો થાય એવા સંકેત આપ્યા હતા.
એ મુજબ પેટ્રોલના ભાવ પાંચ રૂપિયા વધવાની શક્યતા છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ભારત પેટ્રોલિયમ અને ઇન્ડિયન ઑઇલ જેવી ઑઇલકંપનીઓને ૯૦૦ કરોડ રૂપિયા જેટલું નુકસાન થયું છે અને ઇન્ટરનૅશનલ માર્કેટમાં ઑઇલની કિંમતમાં વધારો થયો છે. ઑઇલકંપનીઓ ડીઝલ, કેરોસીન, અને એલપીજી (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ)ના ભાવમાં પણ વધારો કરવા માગે છે.