કપાસ પકવતા ખેડૂતો માટે મોદી સરકારનો મોટો નિર્ણય, ખેડૂતોને કપાસનુ નુકશાન સરકાર ભોગવશે

બુધવાર, 10 નવેમ્બર 2021 (16:34 IST)
બુધવારે પ્રધાનમંત્રી મોદીની આગેવાની મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કપાસ અંગે મોટો નિર્ણય લેવાયો છે. કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ પત્રકારો માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે કેન્દ્ર સરકારે કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડીયા (CCEA) માટે 17,408.85 કરોડની સમર્પિત કિંમત સમર્થનને મંજૂરી આપી છે.
 
કેન્દ્ર સરકારે કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડીયાને 17,408.85 કરોડની સહાય આપી છે. જે ખેડૂતોને કપાસના વાવેતરમાં નુકશાન થયું હશે તેમને કેન્દ્રની આ યોજના હેઠળ લાભ મળશે. કપાસની નુકશાનીનો ખર્ચ સરકારે ભોગવશે તેને માટે સરકાર અલગથી ગાઈડલાઈન બહાર પાડશે. સરવાળે ખેડૂતોને કપાસની જે પણ નુકશાની થઈ હશે તેનો તમામ ખર્ચ સરકાર ભોગવશે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર