જાણો કેટલાક ઉપાયો -
વાસી ખાવનું દૂર કરો - ફ્રીઝમાં દિવસો સુધી રાંધેલુ ખાવાનું મૂકી રાખવાની ઘણાંને ટેવ હોય છે. પણ ફ્રીઝમાં એવો કોઇ ખાવાનો સામાન ન મૂકો જે વાસી થઇ ગયો હોય. માત્ર રાંધેલુ ભોજન જ નહીં. વાસી થઇ ગયેલા ફળ-શાકભાજી પણ ફ્રીઝમાં ગંદકી ફેલાવે છે. તો તમે પણ ફ્રીઝમાં આવું કંઇ મૂકી રાખતા હોવ તો આજે જ તેને બહાર કાઢી ફેંકી દેજો.
સાચા ખાનામાં સામાન મૂકો - વસ્તુઓને એકસાથે મિક્સ કરીને રાખવાથી તેની સુવાસ પરસ્પર મિક્સ થઇ જાય છે અને પછી તેમાંથી અજીબ વાસ આવવા લાગે છે. માટે જ તમારે ખાવાનો દરેક સામાન ઉચિત જગ્યાએ જ મૂકવો જોઇએ. શાકભાજીને નીચે બાસ્કેટમાં રાખો, ઈંડા મૂકતા હોવ તો તેને ઉપર તેના ખાનામાં રાખો. બટર, પનીર, ચીઝ અને મીટને ફ્રીઝરમાં જ્યારે રાંધેલા ભોજનને વચ્ચેના ખાનામાં મૂકી શકો છો.
નિયમિત સફાઇ- ઉપર જણાવ્યુ તે અનુસાર દરેકને ફ્રીઝ રોજ સાફ કરવાનો સમય મળે તે અશક્ય છે. માટે જ દરરોજ કે અઠવાડિયે એકવાર ફ્રીઝ સાફ ન કરી શકો તો કંઇ નહીં પણ તેને મહિનામાં એકવાર તો અચૂક સાફ કરો. અને હા, ફ્રીઝને નિયમિત ડીફ્રોસ્ટ કરવાનું પણ ન ભૂલશો.