શંકરસિંહ વાઘેલાએ NCPમાંથી આપ્યું રાજીનામું

સોમવાર, 22 જૂન 2020 (17:32 IST)
ગુજરાતના પૂર્વ કોંગ્રેસ નેતા શંકરસિંહ વાઘેલાએ એનસીપીમાંથી રાજીનામું આપ્યું છે. શંકરસિંહ વાઘેલાએ NCPના જનરલ સેક્રેટરીના પદેથી રાજીનામું આપ્યુ હોવાની માહિતી તેમણે ટ્વિટ કરી આપી છે. શંકરસિંહે પાર્ટીના સક્રિય સભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું છે. શંકરસિંહ વાઘેલાના રાજીનામા બાદ ગુજરાતના રાજકારણમાં નવો ચર્ચાનો વિષય ઊભો થયો છે. ગુજરાત વિધાનસભામાં વિપક્ષનેતા રહી ચૂકેલા અને કોગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ 2019માં કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આવ્યું હતું. ત્યારબાદ ભાજપમાં જોડાવાની અફવાઓ પ્રબળ બની હતી. જોકે, શંકરસિંહ વાઘેલાએ એનસીજીનો છેડો પકડ્યો હતો. એનસીપીના હાઈકમાર્ડ દ્વારા બાપુને એનસીપીમાં જનરલ સેક્રેટરીનો કાર્યભાર આપ્યો હતો. ત્યારબાદ એનસીપીના ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે પણ વરણી કરવામાં આવી હતા. અગાઉ 4 જૂને શંકરસિંહ વાઘેલાએ NCPના પ્રદેશ પ્રમુખ પદેથી હટાવવા મામલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે હું સત્તા વિહોણી પાર્ટીમાં જોડાયો હતો. જો મારે સત્તા માટે જોડાવું હોત તો કોંગ્રેસમાં જ રહ્યો હોત. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે મને પ્રદેશ પ્રમુખ પદેથી હટાવાને લઇને અગાઉથી જાણ કરવામાં આવી નહોતી. આ બાદ જ બાપુ પાર્ટીમાંથી રાજીનામું આપશે તેવી ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે શંકરસિંહને પ્રમુખ પદેથી હટાવ્યા હતાં પરંતુ જનરલ સેક્રેટરીના પદે યથાવત રાખ્યાં હતાં. જો કે બાપુ તેનાથી નારાજ થયાં હતાં અને તેમણે ટ્વીટર પરથી પણ NCP જનરલ સેક્રેટરીની ઓળખ દૂર કરી દીધી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે 19મીએ NCP સાથે મારા સંબંધોનું ભાવિ નક્કી કરશે જેના પરિણામે આજે રાજીનામું આપી દેતાં આ પરિણામ બહાર આવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર