12થી 14 ડિસેમ્બર ગુજરાત હાઈકોર્ટ અને પરિસરને સેનિટાઈઝ કરાશે, વહીવટી કામ રહેશે બંધ

શનિવાર, 12 ડિસેમ્બર 2020 (14:10 IST)
ગુજરાત હાઇકોર્ટ સેનિટાઇજેશન માટે 12 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી બંધ રહેશે. આ ત્રણેય દિવસ દરમિયાન કોર્ટને તમામ ન્યાયિક અને વહિવટી કાર્યવાહી પૂર્ણરૂપથી બંધ રહેશે. 15 ડિસેમ્બરથી હાઇકોર્ટમાં પહેલાંની માફક કાર્યરત રહેશે. હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર અનુસાર કોરોનાના વધતા જતા કેસને જોતાં હાઇકોર્ટને 12 થી 14 ડિસેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ત્રણેય દિવસ દરમિયાન હાઇકોર્ટ પરિસર, પોસ્ટ ઓફિસ, બેંક, જ્યૂડિશિયલી એકેડમી સહિત તમામ જગ્યાઓને સેનિટાઇઝ કરવામાં આવશે.  
 
આગામી 15 ડિસેમ્બર સુધી હાઇકોર્ટના ફિજિકલ ફાઇલિંગ સેન્ટર પણ બંધ રહેશે. જોકે આ સમયગાળા દરમિયાન ઇ-ફાઇલિંગ પોર્ટલ કાર્યરત રહેશે. નવી અરજીઓ પર સુનાવણી 15 ડિસેમ્બરથી કરવામાં આવશે. આ ઉપરાંત 14 ડિસેમ્બરના રોજ તબક્કાવાર કેસોને પણ 15 ડિસેમ્બરની યાદીમાં સામેલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે હાઇકોર્ટના ન્યાયાધીશ જીઆર ઉંધવાણીનું કોરોનાને કારણે મોત થયું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર