Jumped Deposit Scam સ્કેમર્સ તેમની જાળ કેવી રીતે ગોઠવે છે?
'જમ્પ્ડ ડિપોઝિટ' કૌભાંડમાં, પીડિતના ખાતામાં 5,000 રૂપિયા અથવા તેનાથી ઓછી રકમ જમા કરવામાં આવે છે અને પછી એક SMS મોકલવામાં આવે છે, જેમાં એક લિંક હોય છે. જ્યારે વપરાશકર્તા લિંક પર ક્લિક કરે છે અને UPI પિન દાખલ કરે છે, ત્યારે સ્કેમર્સ દાવો કરે છે કે ઉપાડની વિનંતી સ્વીકારવામાં આવી છે, અને પછી તેમના પીડિતાના એકાઉન્ટની ઍક્સેસ મેળવે છે. આ રીતે પરવાનગી વગર પૈસા ઉપાડી લેવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો કોઈ અજાણ્યા નંબરથી ખાતામાં થોડી રકમ જમા થાય છે, તો તેને છેતરપિંડી સમજો.