જમાતે ઉદ દાવા પર પ્રતિબંધ નહીં-ગિલાની

વેબ દુનિયા

બુધવાર, 10 ડિસેમ્બર 2008 (21:58 IST)
પાકિસ્તાની વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ આજે જણાવ્યું હતું કે તેમની સરકાર લશ્કરે તોયબાનાં ફ્રન્ટ ગણાતાં સંગઠન જમાતે ઉદ દાવા ઉપર પ્રતિબંધ મુકશે નહીં.

તેમણે જણાવ્યુ હતું કે કોઈપણ સંગઠન આતંકવાદી પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે કે નહીં તેની તપાસ કર્યા બાદ જ પ્રતિબંધ મુકાશે. જો કે હાલ જમાતે ઉદ દાવા પર પ્રતિબંધ મુકવાની કોઈ યોજના નથી.

લશ્કરે તોયબાનાં કમાન્ડર જાકીર રહેમાન લખવીની તપાસ હેતુસર અટકાયત કરવામાં આવી છે. મુંબઈ હુમલામાં કથિત ભેજાબાજ લખવીની અટકાયતને સમર્થન આપીને ગિલાનીએ જૈશે મોહમ્મદનાં વડા મૌલાના મસૂદ અઝહરને નજરકેદ હેઠળ લેવાયો છે કે કેમ તે અંગે કોઈ ટીપ્પણી કરી ન હતી.

તેમજ સંયુક્ત રાષ્ટ્રમાં તેમના રાજદૂતે જણાવ્યું હતું કે જો સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ કહેશે તો જ અમે પ્રતિબંધ મુકીશું. આ ઉપરાંત પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓએ મુંબઈ હુમલા સાથે સાંઠગાંઠ ધરાવતાં લખવી ઉપરાંત ઝરાર શાહની પણ અટકાયત કરી છે.

વેબદુનિયા પર વાંચો