Budget 2022- આ વર્ષે ડિજિટલ કરન્સી ચાલુ કરવામાં આવશે, નાણામંત્રીએ લાભ ગણાવ્યા

મંગળવાર, 1 ફેબ્રુઆરી 2022 (12:58 IST)
ભારતમાં ક્રિપ્ટોકરન્સીના ભાવિઅંગેની ચર્ચા વચ્ચે નિર્મલા સીતારમણે કહ્યું છે કે નવા નાણાકીય વર્ષમાં ડિજિટલ કરન્સી (Digital Currency) ની શરૂઆત થશે. તેમણે કહ્યું કે નવા નાણાકીય વર્ષમાં રિઝર્વ બેંક ડિજિટલ કરન્સી (Digital Currency) લોન્ચ કરશે. નિર્મલા સીતારમને કહ્યું કે ડિજિટલ કરન્સીની (Digital Currency) શરૂઆતથી ડિજિટલ અર્થવ્યવસ્થાને વેગ મળશે. નિર્મલા સીતારમણે કહ્યું કે બ્લોકચેન અને અન્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ કરન્સી (Digital Currency) શરૂ કરવામાં આવશે.
 
તમને જણાવી દઈએ કે ક્રિપ્ટોકરન્સીના ભવિષ્યને લઈને દેશમાં અલગ-અલગ પ્રકારની ચર્ચા ચાલી રહી છે. સરકાર તરફથી ક્રિપ્ટો પર કડકાઈના સંકેતો પણ મળ્યા છે. તે જ સમયે, રિઝર્વ બેંકે પણ સરકારને ક્રિપ્ટોની ચિંતા વિશે જાણ કરી છે.
 
ગયા વર્ષે જુલાઈમાં કેન્દ્રીય બેંકના ડેપ્યુટી ગવર્નર ટી રવિશંકરે ડિજિટલ કરન્સી લોન્ચ કરવાનો સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ડિજિટલ કરન્સીની શરૂઆતની તારીખ જણાવવી મુશ્કેલ છે. અમે કદાચ 2021ના અંત સુધીમાં તેનું મોડલ લાવી શકીશું. જોકે, આવું થઈ શક્યું નહીં. હવે નાણામંત્રીએ કહ્યું છે કે આરબીઆઈ નવા નાણાકીય વર્ષમાં આ કરન્સી લોન્ચ કરશે. જોકે, આ ચલણ કેવી રીતે કામ કરશે અને રોકડનું ભવિષ્ય કેવું રહેશે તે જોવું જરૂરી છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર