મોદી સરકારે બજેટ 2020-21માં કરદાતાઓને મોટી રાહત આપવામાં આવી છે. નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે નાણાકીય વર્ષ 2020 -21નુ બજેટ રજુ કરતા ટેક્સ સ્લૈબમાં ફેરફાર કર્યા છે. 5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહી લાગે. 5 થી 7.5 લાખ સુધીની આવક પર 10 ટકાનો ટેક્સ લાગશે. પહેલા 10 ટકાનો સ્લૈબ નહોતો. 7.5 લાખથી 10 લ આખની આવક પર 15 ટકા ટેક્સ લાગશે. 10 લાખથી 12.5 લાખની આવક પર 20 ટકા ટેક્સ લાગશે. નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ તેમા કોઈ ડિડક્શન સામેલ નહી રહે. જે ડિડક્શન લેવા માંગે છે તે જૂના રેટથી ટેક્સ આપી શકે છે. એટલે કે ટૈક્સપેયર્સ માટે વૈકલ્પિક વ્યવસ્થા રહેશે.