આ વખતે બજેટથી સરકારે અમીરોથી લઈને મિડલ ક્લાસ સુધીના લોકોના ખિસ્સાનો ભાર વધાર્યો છે. બજેટ દ્વારા તમને પેટ્રોલ-ડીઝલના ભાવમા ઝટકો લાગી ચુક્યો છે. પેટ્રોલ અઢી રૂપિયા અને ડીઝલ 2 રૂપિયા 30 પૈસા મોંઘુ થયુ છે. આ ઉપરાંત આ બજેટ શ્રીમંતો માટે ટેક્સની સૌથી મોટી માર લઈને આવ્યુ છે. ઈનકમ ટેક્સ પર કોઈ નવી રાહત નથી. અંતરિમ બજેટમાં જે થઈ ચુક્યુ છે એ જ ચાલી રહ્યુ છે. ગરીબો માટે જે યોજનાઓ ચાલી રહી છે તેને પણ ચાલુ રાખવામાં આવી. એક રીત શ્રીમંતો પર ટેક્સ, ગરીબોને આશા અને મિડલ ક્લાસ માટે હાલ રાહ જુઓ, આ બજેટનો સાર છે. આ 8 પોઈંટ્સ દ્વારા સમજો આ બજેટથી તમારા જીવન પર શુ પડશે અસર