Anupama Spoiler 18 August: કોમામાંથી બહાર આવશે અનુજ, બરખા અને અંકુશને ઘરમાંથી બહાર કાઢશે અનુપમા !

ગુરુવાર, 18 ઑગસ્ટ 2022 (11:23 IST)
Anupama Spoiler 18 August, 2022: Episode 659:  સ્ટાર પ્લસની ધમાકેદાર સીરિયલ અનુપમા હાલ ધમાલ મચાવી રહી છે.  રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટાર અનુપમા (Anupama)માં સતત એવા ટ્વિસ્ટ અને ટર્ંસ આવી રહ્યા છે. જેણે શો નો ટીઆરપી રેસમાં પણ ટોપ પર કાયમ છે.  થોડા દિવસ પહેલા બતાવ્યુ હતુ કે અનુજ કોમામાં ચાલ્યો જાય છે અને વનરાજ એકદમ સાજો થઈ જાય છે. તે અનુપમાને મળવા જાય છે. જ્યા અનુપમા તેને ઘણુ ખરુ-ખોટુ સંભળાવે છે. પણ રૂપાલી ગાંગુલી (Rupali Ganguly)સ્ટારર અનુપમામાં આવનારા ટ્વિસ્ટ આટલેથી જ અટકતા નથી. 
 
સહી સલામત ઘરે પરત ફરશે વનરાજ 
વનરાજ સંપૂર્ણ રીતે ઠીક થયા બાદ ઘરે પહોંચે છે અને ઠાકુરજીનો ધન્યવાદ પણ કરે છે. બીજી બાજુ નાનકડી અનુ પણ તેને ઘરમાં જોવા મળે છે. તે વનરાજને કહે છે કે આગળથી તે ધ્યાન રાખીને ડ્રાઈવિંગ કરે. કારણ કે તેની એબસન્ટમાં બધા ઉદાસ હતા. વનરાજ તેને તરત જ ગળે ભેટી પડે છે.  તે દરમિયાન નાનકડી અનુ તેને અનુજ વિશે પુછે છે પણ તે કશુ જ બોલી શકતો નથી. 
 
અનુજને પોતાની સાથે ઘરે લઈ જશે અનુપમા 
 
અનુપમા જુએ છે કે અનુજ ફરી હોશમાં આવે છે અને તેને ઘરે જવાનું કહે છે. પણ તરત જ તે બેહોશ પણ થઈ જાય છે. બીજી તરફ, અનુપમા આ વાતો ડોક્ટરને કહેતા જ તેણે તેને કહ્યું કે તે સામાન્ય છે અને જો અનુજ ફરી હોશમાં આવી રહ્યો છે તો તે સારી વાત છે. આ દરમિયાન, અનુપમા ડૉક્ટરને અનુજને ઘરે લઈ જવા કહે છે, જેના પર ડૉક્ટર તેને નર્સને સાથે લઈ જવા કહે છે. ડોક્ટરની વાત સાંભળીને અનુપમા તેને અનુજને ઘરે લાવવાનુ  કહે છે. પરંતુ જેવી તે બરખા અને અંકુશને આ વાત કહે છે કે તરત જ તેમના હોશ ઉડી જાય છે. 
 
અનુપમા બરખા અને અંકુશને તેમની જગ્યાએ બતાવશે
બરખા અનુપમા પાસે ચેક લાવે છે અને તેને તેના પર સહી કરવાનું કહે છે, પરંતુ અનુપમાએ તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. આના પર બરખા ગુસ્સે થાય છે અને કહે છે કે જેમ તમે અમારા પર વિશ્વાસ નથી કરતા તેમ અમને પણ તમારા પર વિશ્વાસ નથી. તેથી અમે અનુજ માટે નર્સ પસંદ કરીશું.  પરંતુ અનુપમા પણ જવાબ આપવાનું ટાળતી નથી અને કહે છે, "આવતીકાલે મારા પતિનો જન્મદિવસ અને તહેવાર પણ છે, તેથી મને કોઈ તમાશો જોઈતો નથી. નહીં તો મારે તે કરવું પડશે જે મારા પતિ પૂજા પછી જાહેર કરવાના હતા."
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર