સોનીના 'ક્રાઈમ પેટ્રોલ'માં દિલ્હી ગેંગરેપનો ખુલાસો

મંગળવાર, 8 જાન્યુઆરી 2013 (12:04 IST)
સોની એંટરટેનમેંટ ટેલીવિઝન પર પ્રસારિત થનારા શો ક્રાઈમ પેટ્રોલમાં આ અઠવાડિયે દિલને દહેલાવનારી એક ઘટના પર આધારિત એપિસોડનું પ્રસારણ કરવામાં આવી રહ્યુ છે. આ એવી ઘટના છે જેને આખા દેશને હલાવી મુકી હતી. દિલ્લીમાં થયેલ ગેંગરેપ પછી આખ દેશમાં આક્રોશની લહર દોડી ગઈ છે.
P.R

લોકો દોષીઓને સજા આપવા માટે રસ્તાઓ પર પ્રદર્શન કરી રહ્યા છે. ગયા વર્ષે દિલ્હીની ઠંડી રાત્રે 23 વર્ષીય સુહાસી (કાલ્પનિક નામ)ની સાથે સામૂહિક બળાત્કાર કરી અને તેને ખરાબ રીતે મારવામાં આવી. બળાત્કાર અને મારપીટની ઘટનામાં સુહાસીના મગજ અને ગૈસ્ટ્રોઈટસ્ટિનલ ગંભીર રીતે ઘાયલ થયુ હતુ.

લોહીલુહાણ પીડિતાએ 13 દિવસ સુધી જીંદગી અને મોત સાથે સંઘર્ષ કર્યા બાદ પોતાનો જીવ ગુમાવી દીધો. તેને ઈલાજ માટે સિંગાપુર મોકલવામાં આવી હતી. ઘટનાની સાંજે સુહાસી પોતાના મિત્રની સાથે એક ખાનગી બસમાં સવાર થઈ હતી. તેને લાગ્યુ હતુકે આ સરકારી બસ છે. બસમાં પાંચ મુસાફરો પહેલાથી જ બેસેલા હતા.

પાછળથી સુહાસી અને તેના મિત્રને જાણ થઈ કે બસમાં બેસેલા લોકો મુસાફર નથી, પણ ડ્રાઈવરના મિત્ર છે. એ લોકોએ સુહાસી સાથે ચાલતી બસમાં બળાત્કાર કર્યો. તેના મિત્રને મારીને બેહોશ કરવામાં આવ્યો હતો. આ ઘટનાથી શો ના ક્રિએટિવ ડાયરેક્ટર એસ. સુબ્રમણ્યમને ઊંડો આઘાત લાગ્યો. તેમને કહ્યુ કે આપણે ભારતીયોએ મીણબત્તીના પ્રકાશને પ્રજવલ્લિત રાખવાની જરૂર છે.

આ ગુસ્સો હાલ શાંત નથી થઈ શકતો. આ બીમારીનો કોઈ ઈલાજ પણ નથી. ક્રાઈમ પેટ્રોલ ન્યાય માટે આ આગને રોશન રાખવાનું વચન આપે છે. પીડિતાની મોતને દેશભરમાં શાંતિપૂર્ણ વિરોધની એક નવી લહેર ઉડી છે. ક્રાઈમ પેટ્રોલના એંકર અનૂપ સોનીએ કહ્યુ કે અમે ભારતના નાગરિકોને બળાત્કાર અને છેડછાડની ઘટનાઓના સંદર્ભમાં જાગૃત કરવા માંગીએ છીએ.

આ કેસમાં ઘણીવર પોલીસ એફઆઈઆર પણ નોંઘવામાં આવતી નથી. આ એપિસોડના માધ્યમથી અમે બે સંદેશ આપવા માંગીએ છીએ. એક ભારત સર્કારે આવા અપરાધ માટે કઠોરમાં કઠોર સજાની જોગવાઈ કરવી જોઈએ જેથી આવો પરાધ કરનારના મનમાં ભય રહે. બીજુ એ કે લોકોએ વ્યક્તિગત રૂપે ખુદને બદલવા જોઈએ.

બધાએ સ્ત્રીઓનું સન્માન કરવુ જોઈ. આ ઘટનાથી આખા દેશને આઘાત લાગ્યો છે. દેશમાં છેડખાની અને દુર્વ્યવ્હારની ઘટનાઓ સતત વધી રહી છે. ક્રાઈમ પેટ્રોલનો આ એપિસોડ નાગરિકોને જાગૃત બનાવવા અને દેશમાં જરૂરી ફેરફાર માટે સમર્પિત છે.

ક્રાઈમ પેટ્રોલના બે વિશેષ એપિસોડ્સનુ પ્રસારણ જુઓ 11 અને 12 જન્યુઆરીના રોજ રાત્રે 11 વાગ્યે ફક્ત સોની એંટરટેનમેંટ ટેલીવિઝન પર.

વેબદુનિયા પર વાંચો