આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્ર દ્વારા જીવન સાથે જોડાયેલ સમસ્યાઓનુ સમાધાન બતાવ્યુ છે. ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં જીવનને શ્રેષ્ઠ બનાવવાના માર્ગ સાથે જ દુષ્ટ લોકોથી બચવાના ઉપાય પણ બતાવ્યા છે. આચાર્ય ચાણક્યને એક કુશળ રાજનીતિજ્ઞ, કૂટનીતિજ્ઞ અને અર્થશાસ્ત્રી માનવામાં આવે છે ચાણક્યની નીતિઓ આજે પણ લોકો વચ્ચે પ્રાસંગિક છે. જાણો કંઈ વાતોનુ ધ્યાન રાખવાથી કાયમ બની રહે છે મા લક્ષ્મીની કૃપા
3. ચાણક્ય કહે છે કે જ્યારે વ્યક્તિ ધન દોલત ગુમાવી બેસે છે, ત્યારે તેના સંબંધીઓ, મિત્રો અને નોકરો અને પત્ની પણ છોડીને જતી રહે છે. ધન પરત આવે તો આ બધા પણ પરત આવે છે. ચાણક્યએ ધનને જ સાચો મિત્ર અથવા સંબંધી બતાવ્યો છે.
5. ચાણક્ય કહે છે કે વ્યક્તિએ ક્યારે પોતાના સંસ્કાર અને ગુણોથી મોઢુ ન ફેરવવુ જોઈએ. નીતિ શાસ્ત્ર મુજબ, ચંદન કપાય ગયા પછી પણ સુગંધ છોડતુ નથી. હાથી વૃદ્ધ થયા પછી પણ પોતાની લીલા છોડતુ નથી. શેરડીને નિચોડી નાખ્યા પછી પણ તેની મીઠાસ ઓછી થતી નથી. આ જ રીતે એક સારો વ્યક્તિ પોતાના ગુણ અને સંસ્કારોને ક્યારેય છોડતો નથી.