પ્રાચીનકાળમાં ભારતમાં સાંદિપની, વશિષ્ઠ, દ્રોણાચાર્ય અને રામકૃષ્ણ પરંમહંસ જેવા યશસ્વી ગુરૂ અને કૃષ્ણ, રામ, અર્જુન, એકલવ્ય અને વિવેકાનંદ જેવા આજ્ઞાંકિત શિષ્યો હતાં. જેઓએ ગુરૂની આજ્ઞાને માથે ચઢાવી તેમના આદેશને પૂર્ણ કરીને ગુરૂ-શિષ્ય પરંપરાને વિશ્વ સમક્ષ ઉજાગર કરી છે.