વ્હાટ્સએપ આજે સૌથી વધુ ઉપયોગ કરવા માટે જાણીતો એપ છે જેને કારણે કંપની સતત ગ્રાહકો માટે નવી ઓફર લાવતા રહે છે. એકવાર ફરી વ્હાટ્સએપ એક અપડેટ કરી રહ્યુ છે જેમા કેટલાક યુઝર્સને પરેશાની ઉઠાવવી પડી શકે છે. નવા વર્ષથી જૂના ઓપરેટિંગ સિસ્ટમમાં WhatsApp સપોર્ટ નહી કરે. જેનુ કારણ છે કે WhatsApp હવે આ ફોન્સમાં તમારુ ફીચર ડેવલોપ નહી કરે જેને કારણે WhatsAppના અનેક ફીચર ખુદ જ બંધ થઈ શકે છે.