સામગ્રી- પાઈનેપલ ચાર સ્લાઈસ, દૂધ એક લીટર, ઘી ગ્રીસીંગ માટે, દહીં અડધી ચમચી, ખાંડ એક કપ, સાઈટ્રિક એસિડ-બે ચપટી, પાઈનાપલ એસેંસ -બે ચાર ટીપાં
બનાવવાની રીત- પ્રથમ દૂધને ઉકાળી લો. પછી તેને તાપથી ઉતારી કમરાના તાપ પર ઠંડા કરો. પછી એક એલ્યુમિનીયમ ટ્રે લો અને તેમાં ઘી લગાડો. દૂધમાં દહી મિકસ કરી પછી એને એક પેનમાં ઘાટો થવા દો. જ્યારે મિશ્રણ અડધું થઈ જાય તો તેમાં ખાંડ નાખી હવે થોડું પાણી નાખી સાઈટ્રિક એસિડ ઘોળી એને દૂધના મિશ્રણમાં મિક્સ કરો. હવે એને ત્યાં સુધી રાંધો જ્યારે સુધી એનું પાણી સૂકાઈ જાય. એમાં પાઈનેપલ એસેંસ મિક્સ કરો . હવે આ મિશ્રણને ઘી લગાવી ટ્રે પર સેટ કરવા મૂકી દો. એમાં કાપેલા પાઈનેપલ લગાડો અને પછી શેષ રહેલા દૂધ નાખી દો. હવે એને સેટ કરવા માટે મૂકી દો. અને કાપી લો.