કાલા જામ

W.D
સામગ્રી - 40 ગ્રામ મેંદો, 300 ગ્રામ માવો, 500 ગ્રામ ખાંડ, 1 ચમચી કાપેલા પિસ્તા, 1/4 છીણેલું લીલું કોપરું, અડધી ચમચી ક્રીમ, અડધો કપ દૂધ, તળવા માટે તેલ અથવા ઘી, ચપટી સોડા.

વિધિ - ખાંડની એક તારી ચાશણી તૈયાર કરી લો ચાસણીમાં એક ચમચી દૂધ નાખો. જેથી ચાસણી સાફ દેખાશે. માવાને સારી રીતે મસળીને તેમાં મેંદો અને કોપરુ, ક્રિમ અને સોડા ભેળવી સારી રીતે મસળો. હવે આ મિશ્રણનો નરમ લોટ બાંધો. આ લોટના એક સરખા નાના-નાના બોલ બનાવી તેને સોનેરી રંગના તળી લો. હવે આ બોલને ચાસણીમાં નાખી અડધો કલાક રહેવા દો. ઉપરથી પિસ્તાનો ભુકો ભભરાવો.

ગરમા ગરમ સર્વ કરો.

વેબદુનિયા પર વાંચો