શ્રીદેવી ઓગસ્ટ મહિનાની 13 તારીખના રોજ પચાસ વર્ષની થવા જઈ રહી છે,પણ આજે પણ તેનુ ગ્લેમર બરકરાર છે. વોગ ઈંડિયા મેગેજીન માટે તેણે ફોટો શૂટ કરાવ્યુ અને આ ફોટોમાં તે ગ્લેમરસ જોવા મળી રહી છે.
P.R
ઓગસ્ટ 2013ના અંકમાં આ ફોટો પ્રકાશિત થયો છે અને તેને શ્રીદેવી ઈન મોર્ડન ડ્રેસેસના શીર્ષકથી પ્રકાશિત કરવામાં આવ્યો છે.
P.R
શ્રીદેવીના પ્રશંસકોની ફરિયાદ છે કે તે ખૂબ જ ઓછી ફિલ્મો કરે છે. જેના પર શ્રીદેવીનું કહેવુ છે કે જ્યા સુધી તેની મનગમતી સ્ક્રિપ્ટ નહી મળે, તે હા નહી કહે. તેની અગાઉની ફિલ્મ 'ઈંગ્લિશ વિંગ્લિશ' ફ્કત બોક્સ ઓફિસ સફળ રહેવા ઉપરાંત શ્રીદેવીના એક્ટિંગથી પણ લોકો ચક્તિ થઈ ગયા.
P.R
તાજેતરમાં જ શ્રીદેવીએ આઈફા એવોર્ડ દરમિયાન એક શાનદાર પરફોરમેંસ આપ્યુ હતુ.
P.R
શ્રીદેવીને આશા છે કે તેનુ ગ્લેમર ફોટો શૂટ તેના ફેંસને પસંદ પડશે.