Ajab Gajab - મૈક્સિકોના મેયરે મગર મચ્છ સાથે લગ્ન કર્યા

શુક્રવાર, 7 જુલાઈ 2017 (14:01 IST)
મિત્રો સમાચાર તો તમે રોજ સાંભળતા હશો પણ આજથી અમે અમારી ચેનલ સમાચાર જરા હટકે... દ્વારા તમારી સામે એવા સમાચાર લાવીશુ જે થોડા જુદા અને તમને વિચાર કરતા મુકી દે તેવા હશે... 
 
તો આવો આજે અમે સમાચાર જરા હટકે.. મા તમને બતાવવા જઈ રહ્યા છીએ  કે મેક્સિકોના મેયરે મગર મચ્છ સાથે લગ્ન કર્યા તેના વિશે.. 
 
તમે વિચારશો કે શુ કોઈ માણસ મગરમચ્છ સાથે લગ્ન કરી શકે છે ? કદાચ તમારો જવાબ નહી હશે પણ તાજેતરમાં એક મેયરે મગરમચ્છ સાથે લગ્ન રચાવ્યા છે. જી હા મૈક્સિકોના સૈન પેડો હુઆમેલુલાના મેયર વિક્ટર એગુઈલરના લગ્ન ચર્ચામાં છે. કારણ કે અહીના મેયરે મગરમચ્છ સાથે લગ્ન કર્યા છે. સોશિયલ મીડિયા પર પણ લોકો તેમના લગ્ન વિશે સાંભળીને શોક્ડ થઈ રહ્યા છે. 
 
સૌથી વધુ આશ્ચર્યની વાત તો એ છે કે જૂનના અંતમાં જ આ લગ્ન સંપૂર્ણ રીત રિવાજથી થયા છે. લગ્નમાં માદા મગરમચ્છને દુલ્હનની જેમ સંપૂર્ણ રીતે સજાવવામાં આવી હતી. તેને રિવાજો મુજબ સફેદ રંગનું ગાઉન પહેરાવવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત તેના માથા પર ફૂલોનો ક્રાઉન પણ હતો.  બીજી બાજુ મેયરને પણ વરરાજાની જેમ જ તૈયાર કરવામાં આવ્યા હતા. 
લગ્નમાં મોટી સંખ્યામાં લોકો હાજર થયા હતા. મેયર બૈડબાજા અને વરઘોડા સાથે મગરમચ્છને નવવધુ બનાવવા પહોંચ્યા હતા. મેહમાનોને સ્વાદિષ્ટ વ્યંજનો ઉપરાંત પારંપારિક દારૂ પણ પીરસવામાં આવ્યો હતો. 
 
હવે તમારા મનમાં સવાલ એ ઉભો થયો હશે કે શુ કારણ છે કે એક માણસ થઈને કોઈ યુવતી નહી પણ એક મગરમચ્છ સાથે લગ્ન કરવા પડ્યા છે. તો ચાલો અમે તમને બતાવીએ કે મૈક્સિકોમાં માછલીનો વેપાર ખૂબ મોટો હોય છે. અહી લગભગ 200 વર્ષ જૂની એક માન્યતા છે કે કે જો મગરમચ્છ સાથે લગ્ન કરવામાં આવે તો સમુદ્રમાં માછલીઓ અને અન્ય સી-ફૂડની સંખ્યામાં વધારો થાય છે.  અને તમને જાણીને નવાઈ લાગશે કે લોકોને ફાયદો પણ થાય છે.  તેથી જ તો અહી મેયરને પણ મગરમચ્છ સાથે લગ્ન કરવાની પરંપરા નિભાવવી પડે છે.  અહી રહેનારા લોકોનુ માનવુ છે કે મગરમચ્છ એક રાજકુમારી છે અને તેની સાથે પ્રેમ અને લગ્ન કરવાથી અહીના સમુદ્રમાં ઘણી બધી માછલીઓ આવશે.  આ લગ્ન મૈક્સિકન રીત-રિવાજ મુજબ કરવામાં આવ્યા છે.  લગ્ન દરમિયાન આતિશબાજી, ડાંસ અને લોકનૃત્યનો નજારો પણ જોવા મળ્યો. 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscibe કરવા માટે લિંક પર જઈને subscibeનો લાલ બટન દબાવો અને  આભાર 

વેબદુનિયા પર વાંચો