Tokyo 2020: દીપક કાબરાએ રચ્યો ઈતિહાસ, ઓલંપિક માટે જિમ્નાસ્ટિકના જજ તરીકે પસંદગી પામનારા પહેલા ભારતીય બન્યા

મંગળવાર, 13 જુલાઈ 2021 (17:10 IST)
. ભારતના જિમ્નાસ્ટિક જજ દીપક કાબરા  (Deepak Kabra) ટોકિયો ઓલંપિક (Tokyo Olympics)માં ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. તે આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિકમાં એક જજના રૂપમાં સામેલ થશે. પહેલીવાર જિમ્નાસ્ટિકમાં ભારતના કોઈ જજ ઓલંપિકમાં જોડાશે. ઓલંપિક ગેમ્સની હરીફાઈ 23  જુલાઈ 8 ઓગસ્ટ સુધી થવાની છે. ભારતના 120 ખેલાડી 18 રમતોમાં ઉતરી રહ્યા છે. જિમ્નાસ્ટિકમાં ફક્ત એક ખેલાડીનો સમાવેશ છે. 

ભારતની સ્ટાર જિમ્નેસ્ટિક્સ પ્લેયર દીપા કર્માકરે સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપી છે. તેમણે લખ્યું, 'ઓલિમ્પિક ગેમ્સમાં જિમ્નેસ્ટિક્સમાં જજ તરીકે પસંદગી પામેલા પ્રથમ ભારતીય ! દિપક કાબરાભાઈને  આ અદભૂત સિદ્ધિ બદલ અભિનંદન અને ટોક્યો 2020 ની શુભકામનાઓ. ભારત તરફથી આ વખતે ઓલંપિક માટે જીમ્નાસ્ટિક પ્રણતિ નાયકે ક્વોલિફાય કર્યું છે.
 
શૂટિંગ દ્વારા પવન સિંહની પસંદગી કરવામાં આવી 
 
મુંબઈમાં રહેતા દીપક કાબરાને 2019માં એશિયન જિમ્નેસ્ટિક્સ ટેકનીકલ કમિટિમાં સભ્ય તરીકે શામેલ કરવામાં આવ્યા હતા.  2019 માં રમાયેલ એશિયન ચેમ્પિયનશીપમાં તેઓ મુખ્ય જજ તરીકે સામેલ થયા. દીપક કાબરા પહેલાં નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા(NRAI)ના સંયુક્ત સચિવ પવન સિંહ પણ ટોક્યો ઓલિમ્પિક્સમાં જજ તરીકે પસંદગી પામી ચુક્યા છે. શૂટિંગમાં જજ તરીકે ઓલિમ્પિકમાં પ્રવેશ કરનાર તે પહેલા ભારતીય છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર