કામની વાત - SEBI એ રોકાણકારોને 30 સપ્ટેમ્બર સુધી પૈનને આધાર સાથે લિંક કરવાનુ કહ્યુ, નહી કરો તો તમારા રૂપિયા ફંસાય શકે છે

શનિવાર, 4 સપ્ટેમ્બર 2021 (15:41 IST)
માર્કેટ રેગ્યુલેટર સેબીએ રોકાણકારોને 30 સપ્ટેમ્બર સુધીમાં તેમના PAN ને આધાર સાથે લિંક કરવાનુ કહ્યું છે. સેબીએ રોકાણકારોને વહેલામાં વહેલી તકે આ કામ પતાવવાનું કહ્યું છે જેથી સિક્યોરિટીઝ માર્કેટમાં તેમના રોકાણની પ્રોસેસિંગમાં કોઈ સમસ્યા ન આવે.
 
લિંક ન કરવા પર પૈન નંબર થઈ જશે ઈનઓપરેટિવ 
 
સેબીએ એક અખબારી યાદીમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ(CBDT) દ્વારા 13 ફેબ્રુઆરીના રોજ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનનો ઉલ્લેખ કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો 30 સપ્ટેમ્બર સુધીમાં PAN અને આધાર લિંક નહીં થાય તો PAN કાર્ય કરવુ બંધ થઈ જશે. જો PAN ન હોય તો કોઈ ટ્રાન્ઝેક્શન થઈ શકશે નહીં. સેબીએ તમામ કંપનીઓને 30 સપ્ટેમ્બર, 2021 પહેલા રોકાણકારોના પાન કાર્ડને આધાર નંબર સાથે જોડવાની ખાતરી કરવા જણાવ્યું છે.
 
પૈન નિષ્ક્રિય થઈ જશે 
 
આવકવેરા વિભાગે કહ્યું છે કે જો કોઇ પાનકાર્ડ ધારકો PAN ને આધાર સાથે લિંક નહીં કરે તો તેમનું PAN નિષ્ક્રિય જાહેર કરવામાં આવશે. આ પછી નાણાકીય વ્યવહારો માટે PAN નો ઉપયોગ કરી શકાશે નહીં.
 
એક મેસેજ દ્વારા લિક કરી શકો છો આધાર-પૈન 
 
આ માટે તમારે ફોનમાં UIDPAN ટાઈપ કરવાનુ છે. ત્યારબાદ સ્પેસ આપીને તમારો આધાર નંબર અને ત્યારબાદ સ્પેસ આપીને પૈન નંબર નાખવાનો છે. 
દાખલા તરીકે : UIDPAN 0000011112222 AAAPA7777Q ટાઈપ કરીને 567678 કે 56161 પર મોકલવાનો છે. 
આ પછી આવકવેરા વિભાગ તમારા બંને નંબરને લિંક કરવાના પ્રોસેસમાં મૂકશે.
 
ઓનલાઈન લિંક કરી શકો છો આધાર-પૈન 
 
સૌ પહેલા આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ https://www.incometax.gov.in/iec/foportal પર જાવ. 
તેમા નીચેની બાજુ લિંક આધારનો વિકલ્પ જોવા મળશે. તેના પર ક્લિક કરવાથી નવું પેજ ખુલશે.
આમાં, તમારે PAN નંબર, આધાર નંબર અને આધાર કાર્ડમાં લખેલુ નામ નાખીને આધાર લિંક પર ક્લિક કરવું પડશે. આ પછી આવકવેરા વિભાગ તમારા બંને નંબરને લિંક કરવાના પ્રોસેસમાં મૂકશે.
 
પૈનને આધાર સાથે લિંક કરવુ કેમ જરૂરી ? 
 
- જો કોઈ વ્યક્તિ પોતાના PAN ને આધાર સાથે લિંક નહીં કરે તો તેને વધુ TDS ચૂકવવો પડશે.
- જો PAN ને આધાર સાથે જોડવામાં ન આવે તો PAN ને નિષ્ક્રિય જાહેર કરવામાં આવશે.
- આધાર-પાન લિંક ન થવાને કારણે તમારું બેંક ખાતું ફ્રીઝ થઈ શકે છે.
- જો તમે શેરબજારમાં રોકાણ કરો છો તો પણ આધારને PAN સાથે જોડવું જરૂરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર