પ્રભાવશાળી પટેલ સમુહમાંથી આવે છે પુરૂષોત્તમ રૂપાલા
કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ 1980ના દસકામાં બીજેપીની સાથે પોતાનુ રાજનીતિક કેરિયર શરૂ કર્યુ હતુ. 1991માં તેઓ અમરેલી વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય બન્યા. તેઓ ત્રણ વાર આ સીટ પર ધારાસભ્ય રહ્યા છે. 2016 માં, તેમણે રાજ્યસભાના સભ્ય તરીકેનુ કાર્યકાળ શરૂ કર્યુ 66 વર્ષીય રૂપાલા ગુજરાતના પ્રભાવશાળી પટેલ સમુદાયમાંથી આવે છે. 30 મે, 2019 ના રોજ, તેમને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા. તાજેતરમાં તેમણે મોદી સરકારમાં મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો. ખેડૂત અને રાજકારણી હોવા ઉપરાંત, તે અમરેલીના હમાપુરમાં એક હાઇસ્કૂલના આચાર્ય પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત, તેઓ વિદ્યાર્થીઓ અને ખેડૂતોને લગતી પહેલમાં સામેલ રહ્યા છે.