રિપોર્ટ મુજબ નૂરજહાંએ કહ્યુ - હુ મહિલા સશક્તિકરણ માટે કામ કરવા માંગુ છુ. હુ મારી ચૂંટણી ક્ષેત્રમાં આ સમસ્યા પર ફોકસ કરીશ. તેમણે કહ્યુ કે તે આશા કરે છે કે લોકો તેમને એ જ રીતે સપોર્ટ કરશે જેવા તેમના કઝીન ભાઈ કરે છે. શાહરૂખ ખાન અનેક ઈંટરવ્યુઝમાં આ વાત કહી ચુક્યા છે કે તે પેશાવરના છે અને તેની ફેમિલીના કેટલાક લોકો હજુ પણ ત્યા રહે છે.
નૂરજહાંના ભાઈ એક કાઉંસલરના રૂપમાં કામ કરી ચુક્યા છે. તેમણે કહ્યુ - અમારી ફેમિલીનો રાજકારણ સાથે જૂનો સંબંધ છે. શાહરૂખ ખાનના વર્ક ફ્રંટની વાત કરીએ તો તેઓ ટૂંક સમયમાં જ એલ. રાયની ફિલ્મ જીરોમાં જોવા મળશે. ફિલ્મમાં શાહરૂખ ખાન એક ઠીંગણા વ્યક્તિનુ પાત્ર ભજવી રહ્યા છે અને તેમની સાથે આ ફિલ્મમાં અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ પણ જોવા મળશે.