મહાન પ્લેયર અને પૂર્વ કપ્તાન નું નિધન- ભારતીય હોકી ટીમના પૂર્વ કપ્ટાન પદ્મશ્રી ચરણજીત સિંહનું નિધન,

ગુરુવાર, 27 જાન્યુઆરી 2022 (14:45 IST)
ભારતીય હોકી ટીમના પૂર્વ કપ્ટાન પદ્મશ્રી ચરણજીત સિંહનું નિધન, ઉનામાં લીધા અંતિમ શ્વાસઅર્જુન પુરસ્કાર વિજેતા અને ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા ભારતીય હોકી ટીમના કેપ્ટન પદ્મશ્રી ચરણજીત સિંહનું ગુરુવારે નિધન થયું. 
 
તેમણે ઉના સ્થિત તેમના ઘરે સવારે 5 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અંતિમ સંસ્કાર સ્વર્ગધામ ખાતે સાંજે 4 કલાકે કરવામાં આવશે. ભારતીય હોકી ટીમની કમાન સંભાળતા ઉનાના મેડીમાં રહેતા ચરણજીત સિંહે ઓલિમ્પિકમાં દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.3 ફેબ્રુઆરી 1931ના રોજ ઉનાના મૈડીમાં જન્મેલા ચરણજીત સિંહે 1964ના ટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો હતો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર