પિંકી પર લગાવેલો આરોપ ખોટો છે - આરોપી મહિલા

શનિવાર, 14 જુલાઈ 2012 (16:57 IST)
P.R
બળાત્કારના આરોપમાં ફસાયેલી મહિલા એથ્લિટ પિંકી પ્રમાણિકના મામલામાં નવો વળાંક આવ્યો છે. પિંકી પર બળાત્કારનો આરોપ લગાવનાર તેની પૂર્વ લિવ-ઈન પાર્ટનરે તેને આપેલુ નિવેદન ફેરવી તોડ્યું છે. આરોપ લગાવના મહિલાએ ઘટસ્ફોટ કર્યો છે કે, તેને પિંકી પર બળાત્કારનો આરોપ પૂર્વ એશિયાઈ ચેમ્પિયન અને સાંસદ જ્યોતિપ્મય સિકંદરના પતિ અવતાર સિંહના કહેવા પર લગાવ્યો હતો.


પિંકી પર આરોપ લગાવનાર મહિલાએ વધુમાં ઉમેર્યું હતુ કે, અવતાર સિંહ અને પિંકી વચ્ચે જમીન બાબતે વિવાદ ચાલી રહ્યો છે અને તે પિંકીને પુરુષ સાબિત કરવા માગતો હતો. નોંધનીય છે કે, આ પહેલા બંગાળના ખેલ મંત્રી મદન મિશ્રાએ થોડા દિવસો પહેલા કહ્યું હતુ કે, કોઈ પિંકીની જમીન છીનવી લેવા માગે છે. તેમજ તે માણસની 2004માં એક મામલામાં ધરપકડ પણ થઈ ચૂકી છે. આ જમીન પિંકીને 2006માં વામ સરકારે આપી હતી.

પિંકીની પૂર્વ લિવ-ઈન પાર્ટનરે જણાવ્યું હતુ કે, અવતાર સિંહ એક બ્રોકર છે અને ઈએમ બાયપાસ પાસે આવેલી પિંકીની જમીનને તે છીનવી લેવાનો પ્રયાસ પણ કરી ચૂક્યો છે. તો બીજી તરફ અવતારની પત્નિ સિકંદરે પોતાના પતિ પર પર લાગેલા આરોપને નકારી કાઢ્યો છે. તેના કહેવા અનુસાર વર્તમાન સરકાર તેન પર ખોટા આરોપ લગાવી બદનામ કરવા માગે છે.

વેબદુનિયા પર વાંચો