તમે સાનિયાને શુભેચ્છા પાઠવી કે નહી?

ગજેન્દ્ર પરમાર

શુક્રવાર, 10 જુલાઈ 2009 (13:53 IST)
NDN.D

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની આજે હેદરાબાદ ખાતે સગાઈ થવા જઈ રહી છે. સાનિયાની સગાઈ તેના નાનપણના જ મિત્ર સોહરાબની સાથે થવા જઈ રહી છે.

આ સમારંભ ફાઈવ સ્ટાર હોટલ 'તાજ કૃષ્ણા'માં રાત્રે 8 વાગ્યે શરૂ થશે. હોટલમાં આ પ્રસંગે 100 જાતની વાનગી પીરસવામાં આવશે. હોટલમાં લગભગ 400 મહેમાનોની વ્યવસ્થા કરવામાં આવી છે.

સાનિયા મિર્ઝાના પિતાએ કરી અપીલ: સાનિયા મિર્ઝાના પિતાએ મીડિયાકર્મીઓને જણાવ્યુ કે આ પ્રસંગ અમારો વ્યક્તિગત છે માટે મહેરબાની કરીને આપ તેને સાર્વજનિક ન બનાવો તો સારૂ ! અમે જાણીએ છીએ કે આપ લોકો અને ભારતીય ટેનિસ ચાહકો સાનિયાને ખુબ પસંદ કરે છે પરંતુ બને ત્યા સુધી વ્યક્તિગત પ્રસંગમાં તકલીફ ન આપો તો સારૂ છે.
NDN.D

હમદોસ્ત હમસાથી બને ત્યારે...: સોહરાબ મિર્ઝા અને સાનિયા મિર્ઝા બચપણથી એક બીજાના સારા એવા દોસ્ત હતાં, અને હવે આ મિત્રતા એક સંબંધમાં પરિણમવા જઈ રહી છે. જગતમાં આનાથી મોટું સુખ શું હોઈ શકે. જે મિત્રની સાથે તમે બાળપણ વિતાવ્યુ, જે મિત્રની સાથે તમે શાળા કોલેજમાં સાથે ગયા, જેની સાથે તમે તમારા મનની દરેક વાત વહેચતા હોવ, તમારી નાની એવી વાત એનાથી છૂપી ન હોય, જે તમને નખશીખ સુધી પીછાણતી હોય અને તમારા વિચારોને બિરદાવતી હોય અને તમે એના વિચારોને પસંદ કરતા હોય તે વ્યક્તિ તમારી જીવન સાથી બને તે પળ જીવનમાં અણમોલ હોય છે.

કરોડો દિલ પર રાજ કરનાર સાનિયા મિર્ઝા પણ પહેલાથી જ સોહરાબને પસંદ કરતી હતી, જોકે તેણે ક્યારેય મીડિયા સામે પોતાનો ઈઝહાર કર્યો ન હતો.

ગગન નારંગે સાનિયાને આપી શુભેચ્છા: આંતરરાષ્ટ્રીય નિશાને બાજ ગગન નારંગ પણ હેદરાબાદના છે અને સાનિયાના સારા એવા મિત્ર પણ છે તેમણે સાનિયાને નવા જીવની શરૂઆત કરવા જતા ખુબ શુભેચ્છા પાઠવી હતી. સાનિયાએ ગગને પણ સગાઈનું નિમત્રણ આપ્યુ હતું, જોકે ગગને જણાવ્યુ કે હાલમાં હું દિલ્હીમાં છું અને હૈદરાબાદ પહુંચી શકું તેમ નથી માટે હું સાનિયાને અહીથી જ શુભેચ્છા પાઠવી રહ્યો છું...
અને તમે સાનિયાને શુભેચ્છા પાઠવી કે નહી?