જુનાગઢઃ એક તરફ કાળઝાળ ગરમી અને બીજી બાજુ પાણીની સમસ્યા જેમાં પાણીના તળ ઊંડા ઉતરતા જાય છે તો બીજી તરફ ડેમો અને તળાવો પાણી ખૂટ્યા છે. ત્યારે ચૌ તરફ પાણીનો પોકાર જોવા મળી રહ્યો છે ત્યારે જુનાગઢમાં છેલ્લા 5 દિવસથી પાણી સમસ્યા વધી છે. શહેરી જનોને પીવાના પાણીની સમસ્યાની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
જુનાગઢ શહેરને પીવાનું પાણી પૂરતા મુખ્ય સ્ત્રોત છે આણંદપુર ડેમ અને વીલીગ્ડન ડેમ અને ઉપરકોટના તળાવના તળિયા જાટક થઈ ગયા છે અને દિવસે દિવસે પાણીની સમસ્યા વધી રહી છે શહેરના અનેક વિસ્તારમાંથી બોહળી સંખ્યામાં રોજ મહિલાઓ મહાનગર પાલિકાની કચેરીએ પાણીની રામાયણની રજૂઆત કરવા આવે છે. અને આવા દ્રશ્યો રોજ જોવા મળે છે અને શહેરમાં છેલ્લા 5 દિવસ થી 25% વિસ્તારમાં પાણીના મળતા દેકારો મચી જવા પામ્યો છે
જયારે બીજી તરફ કોંગ્રેસના વિપક્ષનો અક્ષેપ છે કે મહાનગર પાલિકાના સત્તાધીશો લોકોને પાણી આપવામાં સદંતર નિષ્ફળ નીવડેલ છે ડેમોમાં પાણી હતું. પરંતુ પાઈપ લાઈન ફાટી જવાના કારણે પાણી જતું રહ્યું અને બીજો આક્ષેપ મહાનગર પાલિકામાં ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. સારા અધિકારીને કામ કરવા દેવામાં આવતા નથી શહેરને છેલ્લા 5 દિવસથી પાણી મળતું નથી અને સત્તામાં બેઠેલ ભાજપ પાણી આપવામાં નિષ્ફળ નીવડી છે લોકો આંજે પીવાના પાણી માટે કોર્પોરેશન કચરીએ ધક્કા ખાઈ રહ્યા છે અને પાણીની માંગણી કરી રહ્યા છે.
વોટર વર્કસ અધિકારીનું કેહવું છે કે, અમે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે કે, નર્મદાનું પાણી વેહલી તકે મળે હાલ નર્મદાની પાણીની પાઈપ લાઈન એક જગ્યા તૂટી જતા પાણી મોડું મળશે ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ થયું નથી અને આજ અમારી પાસે જે પાણીનો સ્ટોક છે તે સાંજ સુધીમાં લોકોને પાણી વિતરણ કરવમાં આવશે અને જ્યાં કોર્પોરેશન દ્વારા પાણી નથી મળતું ત્યાં ટેન્કરો દ્વારા પાણી વિતરણ વ્યવસ્થા ગોઠવામાં આવી છે.
ભલે મહાનગર પાલિકા ભાજપની હોય પણ રાજ્ય સરકાર પાસેથી નર્મદાનું પાણી લેવામાં નિષ્ફળ સાબિત થઇ છે. એક તરફ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે નર્મદાનું પાણી આપવાના દાવા પોકળ સાબિત થયા છે ડેમોમાં પાણી ભરવાની વાત તો દુર પીવાનું પાણી આપવામાં પણ નિષ્ફળ સાબિત થયા છે.