ભારત સરકારે WhatsAppને તેની ગોપનીયતાની શરતોમાં બદલાવ પાછું ખેંચવા કહ્યું છે, કારણ કે કોઈ એકપક્ષીય પરિવર્તન યોગ્ય અને સ્વીકાર્ય નથી. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે વ્હોટ્સએપના સીઈઓ વિલ કેહાર્ટને કડક શબ્દોમાં લખેલા પત્રમાં કહ્યું છે કે ભારત વૈશ્વિક સ્તરે વોટ્સએપનો સૌથી મોટો વપરાશકાર છે અને તેની સેવાઓ માટેનું સૌથી મોટું બજાર છે.
પત્રમાં કહેવામાં આવ્યું છે કે વ્હોટ્સએપની સર્વિસ અને ગોપનીયતા નીતિમાં સૂચિત પરિવર્તન ભારતીય નાગરિકોની પસંદગી અને સ્વાયતતા અંગે ગંભીર ચિંતા ઉભા કરે છે. મંત્રાલયે WhatsAppને સૂચિત ફેરફારો પાછો ખેંચવા અને માહિતીની ગોપનીયતા, પસંદગીની સ્વતંત્રતા અને ડેટા સુરક્ષા પ્રત્યેના તેના અભિગમ પર પુનર્વિચારણા કરવા જણાવ્યું હતું. પત્રમાં જણાવાયું છે કે ભારતીયોનું યોગ્ય રીતે સન્માન થવું જોઈએ, અને વ્હોટ્સએપની સેવાની ગોપનીયતા શરતોમાં કોઈપણ એકપક્ષીય પરિવર્તન ન્યાયી અને સ્વીકાર્ય નથી.
લોકસભા સચિવાલયની સૂચના મુજબ સમિતિની આગામી બેઠક એજન્ડા પર વોટ્સએપની ગોપનીયતા નીતિ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને નાગરિકોને સુરક્ષિત કરવાના અધિકાર પર ફેસબુક અને ટ્વિટરના પ્રતિનિધિઓના મંતવ્યો સાંભળવામાં આવશે. તે ડિજિટલ વિશ્વમાં મહિલા સુરક્ષા પર વિશેષ ભાર મૂકતા સામાજિક અને ઑનલાઇન ન્યૂઝ મીડિયાના દુરૂપયોગને રોકવા માટેનો એક ભાગ પણ હશે.