શ્રાવણ માસ ભગવાન શિવનો પ્રિય મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન શિવની ભક્તિથી આખું ભક્તિમય થઈ જાય છે. આ પવિત્ર મહિનામાં, સકારાત્મક શક્તિ ચારેબાજુ છવાય જાય છે. શ્રાવણ મહિનાને લગતા કેટલાક ઉપાયો પણ વાસ્તુમાં જણાવેલ છે. ચાલો તેમના વિશે જાણીએ.
- શ્રાવણ માસમાં ઘરે તુલસીની સ્થાપના કરવી
શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ મહિનામાં ઘરે વિવિધ છોડ લગાવો. આવુ કરવાથી ઘરમાં આનંદ આવે છે. - શ્રાવણ મહિનામાં ઘરની પૂર્વ દિશામાં ભગવાન શિવ અને દેવી પાર્વતીની મૂર્તિ અથવા ચિત્ર લગાવો.
- ઘરના રસોડામાં ગંગાજળ લાવીને મુકો. ઘરના હોલમાં ચાંદી અથવા તાંબાનું ત્રિશૂળ મૂકો.
તેનાથી નકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર રહેશે.