હાથ ધોવાના ફાયદા
કોરોના સામે લડતાં લડતાં જનજીવન પુનઃ ધબકતું થયુ છે એવા સમયે આપણે કેવો ખોરાક ખાઈએ છીએ અને શું કાળજી રાખવી જોઈએ એ બાબત ખુબ જ મહત્વનું બની જાય છે. એક અભ્યાસ મુજબ આપણી એક સામાન્ય આદત દુનિયાની કોઈ પણ બિમારીથી આપણને બચાવી શકે છે અને એ આદત છે વારંવાર હાથ ધોવાની. ત્યારે હવે કોરોના સામે લડવા માટે પણ વારંવાર હાથ ધોવાની આદત કેળવવી આપણા સૌ માટે અનિવાર્ય બની જાય છે.
આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક પોષણયુક્ત છે કે નહીં, સ્વચ્છ છે કે નહીં, બૅક્ટેરિયા, વાઇરસ કે બીજાં જંતુઓથી મુક્ત છે કે નહીં, કેમિકલ્સ કે ઝેરી તત્વોથી મુક્ત છે કે નહીં એ જોવું અને જાણવું ખૂબ જ જરૂરી છે. જો ખોરાક શુદ્ધ હશે તો જ વ્યક્તિનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે. ખોરાક જ્યારે અશુદ્ધ હોય, ભેળસેળયુક્ત હોય, સ્વચ્છ અને તાજો ન હોય ત્યારે વ્યક્તિને સામાન્ય ઝાડા-ઊલટીથી લઈને કૅન્સર સુધીની બીમારીઓ થઈ શકે છે. ખોરાક દ્વારા જે રોગો થાય છે એને ત્રણ ભાગોમાં વિભાજીત કરી શકાય છે. જેમાં બૅક્ટેરિયાથી થતા રોગો, વાઇરસથી થતા રોગો અને પૅરૅસાઇટ એટલે કે જંતુથી થતા રોગોનો સમાવેશ થાય છે.
- ઇંગ્લેન્ડમાં 50 ટકા મહિલા બાળકના ઝાડો વિ. સાફ કર્યા બાદ સાબુથી હાથ ધોતી નથી.
- 2005ના વર્ષથી ન્યૂયોર્કની હોસ્પિટલોમાં ડોકટરોએ સાબુથી હાથ ધોવાના અભિયાનનો આરંભ કર્યો હતો.
- ગરીબ ગણાતા યુગાન્ડા દેશમાં 95 ટકા ગ્રામ્ય વિસ્તારોમાં સાબુનો નિયમિત ઉપયોગ થાય છે.
- આ અંગે વિશષ માહિતી ગ્લોબલહેન્ડવોશિંગડે વેબસાઇટ પર ઉપલબ્ધ છે.